બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Torrential rain will fall in 15 states of the country including Gujarat

હવામાન અપડેટ / ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં વરસશે ધોધમાર વરસાદ, અહીં બરફના કરા પડવાની આગાહી

Priyakant

Last Updated: 08:17 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: દેશનાં ઘણા રાજ્યોમાં 28 એપ્રિલથી આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના

  • દેશમાં મે મહિનામાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે 
  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 મે સુધી વાદળો છવાયેલા રહી શકે 
  • આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના

દેશના મોટાભાગના રાજ્યોમાં એપ્રિલ મહિનો ખુશનુમા રહ્યો છે. આ તરફ હવે ત્યારે મે મહિનામાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.  મે મહિનાના શરૂઆતના દિવસો પણ રાહતથી ભરેલા રહેવાના છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 મે સુધી વાદળો છવાયેલા રહી શકે છે. આ સાથે વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. સ્કાયમેટ અનુસાર દિલ્હીમાં 03 મે સુધી વિવિધ તીવ્રતા અને સમયગાળાના વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

ઘણા રાજ્યોમાં 28 એપ્રિલથી આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં 1 અને 2 મેના રોજ કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 4 મે સુધી યુપીમાં પણ ઘણી જગ્યાએ વરસાદી ગતિવિધિઓ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં અલગ-અલગ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

હવામાનની આગાહી મુજબ આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડશે. આ સિવાય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશામાં 28-30 એપ્રિલ, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં 30 એપ્રિલ અને 1 મેના રોજ કરા પડી શકે છે. સિક્કિમમાં 29 એપ્રિલ અને 1 મે અને ઓડિશામાં 30 એપ્રિલે ભારે વરસાદની શક્યતા છે.

પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના 
આ સાથે રાજસ્થાનમાં 28 અને 29 એપ્રિલે, ઉત્તરાખંડમાં 29 એપ્રિલથી 2 મે સુધી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 1 અને 2 મેના રોજ વરસાદ પડશે. આ સિવાય અરુણાચલ પ્રદેશમાં 2 મે સુધી, આસામ અને મેઘાલયમાં આજથી 2 મે અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 1 અને 2 મેના રોજ ભારે વરસાદ થવાનો છે.

આ રાજ્યોમાં આજે વરસાદ થઈ શકે 
સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ છત્તીસગઢના કેટલાક ભાગો, તેલંગાણાના ભાગો, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, તમિલનાડુ અને કેરળમાં એક-બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ સાથે એક-બે જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. સિક્કિમ, ઓડિશા અને રાયલસીમામાં એક કે બે જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર છત્તીસગઢ, વિદર્ભના ભાગો, પૂર્વ મધ્યપ્રદેશ, આંતરિક કર્ણાટક, મરાઠવાડા, ઉત્તરાખંડ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ