બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Top 3 savings plans for yourself and your family future

તમારા કામનું / આટલું કરજો બસ.! ટોપ 3 સેવિંગ પ્લાનને અપનાવી લો, પોતાની અને પરિવારના ભવિષ્યની નહીં રહે ચિંતા

Bijal Vyas

Last Updated: 12:10 AM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PPF બચત અને રોકાણ માટે જાણીતી સ્કિમ છે. ભારત સરકાર દ્વારા સમર્થિત છે અને તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે જોખમ મુક્ત છે તેમજ વળતરની ખાતરી આપે છે. વાંચો સ્કિમ અને ફાયદા વિશે..

  • PPF બચતની સાથે રોકાણની ખૂબ જ લોકપ્રિય રીત છે
  • સરકાર સમર્થિત રોકાણ યોજના NSC એ એક ટેક્સ બચત યોજના છે
  • સેવિંગ વીમા સ્કિમ વ્યક્તિ પોતાની જાતને અને પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખી શકે છે

Top 3 savings plans:આપણા સૌનું જીવન અનેક અનિશ્ચિતતાઓથી ભરેલું છે, ગમે ત્યારે આપણી સાથે કંઈ પણ થઈ શકે, નોકરી જઈ શકે? કોઈ મેડિકલ ઇમરજેન્સી હોઈ શકે છે? અચાનક પૈસાની જરૂર પડી શકે છે? આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, એ મહત્વનું છે કે તમે બચત અને રોકાણ યોજનાના સ્વરૂપમાં તમારી જાતને અગાઉથી સારી રીતે તૈયાર કરો. આજે આપણી પાસે બચત કરવાની ઘણી રીતો છે, પરંતુ કેટલીક બચત યોજનાઓ છે જે લાંબા ગાળા માટે ફાયદાકારક બની શકે છે. તો આવો જાણીએ નવી ટોપ સેવિંગ પ્લાન વિશે...

PPF (Public Provident Fund)
PPF બચતની સાથે રોકાણની ખૂબ જ લોકપ્રિય રીત છે. ભારત સરકાર દ્વારા તેને સૌથી વધુ સમર્થન મળ્યુ છે અને મોટો ફાયદો એ છે કે તે જોખમ મુક્ત છે, સાથે જ વળતરની ખાતરી પણ છે. આ યોજના તેના ટેક્સ લાભ માટે પણ જાણીતી છે. આ એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ-એક્ઝેમ્પ્ટ (EEE) ટેક્સ કેટેગરીમાં આવે છે, જેનો અર્થ છે કે તમારું રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટી પર કોઈપણ રીતે કોઈ વ્યાજ લાગશે નહીં. ખાસ વાત એ છે કે તમે તમારું રોકાણ 500 રૂપિયાથી શરૂ કરી શકો છો.

આ સ્કિમમાં રોકાણ કરવાથી 5 વર્ષમાં થશે 14 લાખ રૂપિયાનો ફાયદો | invest in  post office scheme

NSC (National Saving Certificate)
સરકાર સમર્થિત રોકાણ યોજના NSC એ એક ટેક્સ બચત યોજના છે, જે કોઈપણ પોસ્ટ ઓફિસમાં સરળતાથી જમા કરી શકાય છે, પબ્લિક સેક્ટરની બેંકો અને અધિકૃત ખાનગી બેંકો દ્વારા ઍક્સેસ કરી શકાય છે. તે પરંપરાગત રોકાણ માનવામાં આવે છે, જ્યાં
જોખમ ઘણું ઓછું છે. આ દ્વારા તમે તમારી રોકાણ યાત્રા માત્ર રૂ.1000 થી શરૂ કરી શકો છો. આમાં રોકાણકાર કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. તેથી જો તમે ફિક્સ આવકની શોધમાં છે અને ઓછું જોખમ શોધી રહ્યા છો. જો તમે ખાતરીપૂર્વકનું વળતર મેળવવા માંગો છો, તો આ સ્કિમ તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે.

Savings Insurance Plan
જો તમે તમારા રોકાણ માટે સ્થિર વળતર શોધી રહ્યા છો, તો Savings Insurance Plan પણ તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. આ એક પ્રકારની જીવન વીમા યોજના છે, જ્યાં પોલિસી ધારકને બચત અને રોકાણ કરવાની તક મળે છે. બંને વિકલ્પો ઉપલબ્ધ છે. આનાથી વ્યક્તિ પોતાની જાતને અને પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખી શકે છે. આ યોજના અનુશાસિત બચતને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે, જ્યારે સ્થિર વળતર આપે છે, જે તમને તમારામાં નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે.

નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે.
સુરક્ષિત અને સ્થિર વળતર આપનારી બચત વીમા યોજનાની વાત કરીએ તે HDFC Life Sanchay Plus વિશ્વાસ પાત્ર છે. આ યોજના તમારા પરિવારના ભવિષ્યને સુરક્ષા પ્રદાન કરે છે. તેમાં મુખ્ય રીતે ત્રણ ફાયદા છે-  રેગ્યુલર ઇનકમની ગેરન્ટી અને નિયમિત આવક, આજીવન આવકનો વિકલ્પ અને ટેક્સનો લાભ. આ એક એવી યોજના છે જે તમને ગેરેન્ટી ઇનકમ ઓપ્શન અને ગેરન્ટી મેચ્યોરિટી ઓપ્શન પ્રદાન કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ