બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Today Minister of State for Home Harsh Sanghvi visited Rajkot

રાજકોટ / Photos: જુઓ શું થયું જ્યારે ST ડેપો જોવા પહોંચ્યા હર્ષ સંઘવી, બેન્ચ સહિતની સુવિધાઓનું કરી સમીક્ષા

Malay

Last Updated: 04:17 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે. આજે તેમણે રાજકોટ ST ડેપોની આકસ્મિક મુલાકાત લીધી હતી. એસટી બસપોર્ટમાં કેન્ટીનમાં હર્ષ સંઘવીએ ચાની ચુસ્કી લગાવી હતી.

 

  • આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની લીધી મુલાકાત
  • હર્ષ સંઘવીએ રાજકોટ ST ડેપોની આકસ્મિક મુલાકાત લીધી
  • ST ડેપોમાં ચેકિંગ કરી કેન્ટીનમાં ચાની ચુસ્કી પણ લગાવી 

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્કૃતિ અમૃત મહોત્સવમાં હાજરી આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક શહેરના ઢેબર રોડ પર આવેલા એસ.ટી ડેપોની મુલાકાતે પહોંચ્યા હતાં. અહીં તેમણે પહેલા એસ.ટી બસપોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ મુસાફરો સાથે વાતચીત કરી હતી. તેમજ ટોઇલેટ બ્લોક અને પાણી વ્યવસ્થાની સહિત વેઇટિંગ રૂમની ચકાસણી કરી હતી. 

કેન્ટીનમાં ચાની ચુસ્કી પણ લગાવી
એસ.ટી બસપોર્ટની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ બસ સ્ટેશનની કેન્ટીનમાં ચાની ચુસ્કી પણ લગાવી હતી.  સાથે નવી એસટી બસોને હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી.

તમામ વ્યવસ્થાથી લોકો સંતુષ્ટઃ હર્ષ સંઘવી
આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે મોડલ બસસ્ટેશન બનાવવામાં આવ્યું છે, અહીંયા ઇન્ટરનેશનલ લેવલની ફેસેલિટી વિભાગ દ્વારા બનાવી લોકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો તમામ વ્યવસ્થાથી સંતુષ્ટ જોવા મળ્યા. એસટી બસમાં સફાઈ અને ક્વોલિટી છે, તેનાથી લોકો ખુશ છે.

"વ્યાજખોરો સામે ભરાશે કડક પગલા"
વ્યાજખોરીના દૂષણ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતભરમાં કોઈ પણ જગ્યાએ વ્યાજખોરીનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક પણ વ્યક્તિના વ્યાજખોરોના ત્રાસથી જીવ ગુમાવવાની વાત તો દૂર, જરાય હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ