બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Today 25 April is the celebration of 'World Malaria Day 2023'

વિશ્વ મેલેરિયા દિવસ / એક મચ્છર માણસને..! દર વર્ષે લાખો લોકોનો ભોગ લેતો મેલેરિયા રોગ, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

Dinesh

Last Updated: 07:35 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે, દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

  • આજે 25 એપ્રિલ એટલે 'વિશ્વ મેલેરિયા દિવસ'
  • 2008થી દર વર્ષે 25 એપ્રિલે 'વિશ્વ મેલેરિયા દિવસ' ઉજવાય 
  • માદા એનોફ઼િલીસ મચ્છર કરડવાથી આ રોગ થાય છે


મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે કે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડંખ મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે. આ પરોપજીવી શરીરમાં પ્રવેશતાની સાથે જ તે લીવર તરફ આગળ વધે છે. પરિપક્વતાના થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 25મી એપ્રિલે 'વિશ્વ મેલેરિયા દિવસ' (World Malaria Day) ઉજવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને આ રોગના લક્ષણો, સારવાર અને તેના નિવારણની રીતો સહિતની માહિતી આપીશું.

શા માટે ઉજવવામાં આવે છે?
વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે. દર વર્ષે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  વિશ્વ મલેરિયા દિવસ 2023ની થીમ છે  “ટાઈમ ટુ ડિલિવરી ઝીરો મેલેરિયા: ઈનવેસ્ટ, ઈનોવેટ, ઈમ્પલીમેંટ” (Time to deliver zero malariya: invest, innovate, implement) છે.

વિશ્વ મેલેરિયા દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો
25 એપ્રિલ 2008ના રોજ પ્રથમ વખત 'વિશ્વ મેલેરિયા દિવસ' મનાવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનોઅને તે પ્રત્ય જાગૃત્તા ફેલાવોનો છે. જે રોગથી દર વર્ષે લાખો લોકોના ભોગ લેવાય છે. વધુમાં જણાવી દઈએ કે, આફ્રિકામાં મેલેરિયાના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના ભોગ લેવાતા હતાં ત્યાં મેલેરિયાથી બચવા માટે દર વર્ષે આફ્રિકા મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2007માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 60માં સત્રમાં વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યાર પછી વર્ષ 2008થી દર વર્ષે 25 એપ્રિલે ઉજવવાનું શરૂ કરાયું છે.

જાણો મેલેરિયાના લક્ષણો
મેલેરિયાના કારણે દર્દીને ઘણી વાર ઠંડી લાગે છે. તેમાં વધારે તાવ આવે છે. દર્દીને ખૂબ પરસેવો થાય છે. આ સિવાય માથાનો દુખાવો, ઉબકા આવવા, ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા, એનિમિયા અને સ્નાયુમાં દુખાવો જેવી ફરિયાદો થઈ શકે છે. મલેરિયાના કેટલાંક દર્દીઓમાં આંચકી આવવી, કોમા અથવા મળમાં લોહી આવવાની સમસ્યા પણ જોવા મળે છે. ત્યારે જો ભૂલથી પણ તમારા શરીરમાં આ લક્ષણો દેખાય તો તમારે તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મલેરિયાનું ઘાતક સ્વરૂપ
મેલેરિયાના સંક્રમણમાં જો દર્દીને સમયસર સારવાર આપવામાં ન આવે તો તેના ઘાતક પરિણામો આવી શકે છે. દર્દીના મગજની રક્તવાહિનીઓમાં બળતરા વધી શકે છે. ફેફસામાં પ્રવાહી જમા થવાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તબીબી ભાષામાં તેને 'પલ્મોનરી એડીમા' કહેવાય છે. એ સિવાય લિવર, કીડની અને બરોળ જેવાં મુખ્ય અંગો ફેલ થઈ શકે છે. લાલ રક્ત કોશિકાઓને નુકસાન એનિમિયા તરફ દોરી શકે છે. દર્દીને લો બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે.

મલેરિયાથી છેલ્લા પાંચ વર્ષમાં ચાર વ્યક્તિના મૃત્યુ 
ગુજરાતમાં મલેરિયાના વર્ષ 2019માં 13889 કેસ નોંધાયા હતા જ્યારે 2020માં  4771 કેસ નોંધાયા તેમજ 2021માં 4921 કેસ નોંધાયા હતા વર્ષ  2022માં  ઓગસ્ટ મહિના સુધી 1001 કેસ નોંધાય. પાપ્ત વિગતો મુજબ વર્ષે 2022માં મલેરિયા માટે કુલ 67.76 લાખ બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 10001 કેસ નોંધાયા હતા. મલેરિયાથી છેલ્લા પાંચ વર્ષમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે. જોકે, 2021માં અને વર્ષે 2022ના ઓગસ્ટ મહિના સુધી મલેરિયાથી એકપણ મૃત્યુ થયું નથી.

મેલેરિયાથી બચવા શું કરવું?
મેલેરિયાથી બચવા માટે પહેલાં મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતા અટકાવો. એ માટે તમારી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો. સ્થિર પાણીમાં મચ્છરોને પેદા ન થવા દો. તે માટે વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરની નજીકની ગટરોની સફાઈ કરાવી દો અને રસ્તાઓ પરના ખાડાઓને પૂરી દો. સમયાંતરે ઘરના ખૂણે-ખૂણે જંતુનાશકોનો છંટકાવ કરતા રહો. ઘરની અંદર કે આજુબાજુના કુલર, એસી, કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું. પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો.

નાગરિકોને અપીલ
માત્ર નિદાન અને સારવાર જ નહીં, આપણા વ્યક્તિગત અને સામુદાયિક વાતાવરણમાં સ્વચ્છતા અને મેલેરિયા સામેની આપણી સામૂહિક લડાઈમાં અને 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે મેલેરિયા નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ