બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Tired of being tortured by her husband, wife commits suicide by drinking poison in Rajkot

વિચિત્ર કિસ્સો / રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી પત્નીનો ઝેરી દવા પીને આપઘાત, ધૂણવા પાછળનું કારણ જાણીને ચોંકી જશો

Malay

Last Updated: 03:17 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ઝેરી દેવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ આજીડેમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  • રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી પત્નીનો આપઘાત 
  • મૃતક પત્ની શરીરમાં આવે છે કહી પતિ ધૂણતો હતો 
  • પતિની હરકતોથી બીજી પત્નીએ કર્યો આપઘાત

રાજકોટ શહેરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં મૃત્યુ પામેલી પહેલી પત્ની શરીરમાં આવતી હોવાનું જણાવીને ધૂણતા પતિના ત્રાસથી કંટાળીને બીજી પત્નીએ આપઘાત કરી લીધો છે. આ મામલે મૃતકના પિતાએ જમાઈ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

પતિથી કંટાળી પત્નીએ કરી લીધો આપઘાત
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના કોઠારિયા રોડ પર આવેલી જયરામ પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મણ નરશીભાઈ કોળીના પત્ની જલ્પાબેને 7 દિવસ અગાઉ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પતિનો ત્રાસ કારણભુત હોવાનું મૃતક જલ્પાબેનના પિતા ભગવાન બગથરીયાએ જણાવતાં પોલીસે જમાઈ લક્ષ્મણ કોળી સામે ગુનો નોંધ્યો છે. 

મૃતક જલ્પાબેન

સસરાએ જમાઈ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
મૃતક જલ્પાબેનના પિતા ભગવાનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દિકરી જલ્પાના લગ્ન પહેલા સુરત થયા હતા. તેના થકી તેને બે સંતાન દિકરો-દિકરી છે. જે બાદ પતિ સાથે અણબનાવ થતાં તેણે છુટાછેડા લીધા હતા. જે બાદ તે મારા ઘરે રહેતી હતી. આજથી 6 મહિના અગાઉ જ તેના લગ્ન રાજકોટના લક્ષમણ નરશીભાઈ કોળી સાથે કરાવ્યા હતા. લક્ષ્મણના પણ પહેલા લગ્ન થયા હતા. જોકે, તેની પત્નીનું મૃત્યુ થયું હતું. 

પિતા પાસે દીકરીએ કરી હતી પતિની ફરિયાદ
આજથી બે મહિના પહેલા જ જલ્પાએ મને ફોન કરીને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી હતી.  જલ્પાએ મને કહ્યું હતું કે 'મારા પતિ તેની મૃત્યુ પામેલી પહેલી પત્નીની પૂજા કરે છે અને બાદમાં પત્ની શરીરમાં પ્રેવેશી ગઈ હોવાનું જણાવીને ધૂણવા લાગે છે. તે ધૂણતા ધૂણતા મને માર મારી ગળુ દબાવે છે અને મને ત્રાસ આપ છે.' જેના એક અઠવાડિયા બાદ પતિના ત્રાસથી કંટળીને મારી દિકરી જલ્પા  પિયર આવી ગઈ હતી. જે બાદ મેં તેને સમજાવીને પરત સાસરે મોકલી દીધી હતી. 

લક્ષ્મણ નરશીભાઈ કોળી

પતિનો ત્રાસ સહન ન થતા પી લીધી ઝેરી દવા
જે બાદ 28મી જૂલાઈએ તેનો મને ફોન આવ્યો કે 'મેં ઝેરી દવા પી લીધી છે. મારા બાળકોને સાચવી લેજો.' જેથી અમે તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા, રાજકોટ જઈને જોયું તો દિકરીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ