બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Three died of heart attack in Rajkot in a single day

દુઃખદ / રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટઍટેકથી ત્રણના નિધન: ત્રણેય વ્યક્તિઓને બેભાન હાલતમાં સિવિલમાં એડમિટ કરવામાં આવ્યા હતા

Vishal Khamar

Last Updated: 10:55 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એકેટથી 3 વ્યક્તિનાં મોત નિપજતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્રણેય વ્યક્તિઓને બેભાન હાલમાં સિવિલમાં ખસેડાયા હતા. ફરજ પર હાજર ર્ડાક્ટર દ્વારા ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. પરિવારનાં મોભીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

  • રાજકોટમાં હાર્ટએટેકથી 3 વ્યક્તિના મૃત્યુ
  • ત્રણેય વ્યક્તિઓને સિવિલમાં ખસેડાયા હતા
  • એક દિવસમાં ત્રણના હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટનાં રેલ નગરમાં ભાડેથી રહેતા ભાવેશભાઈ ધીરૂભાઈ ગોહેલ રાત્રે ઘરે હતા. તે દરમ્યાન અચાનક તેઓ બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમ્યાન મોડી રાત્રે યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે યુવકનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. 

ઉલ્ટી થયા બાદ જમીન પર ફસડાઈ પડ્યા
જ્યારે બીજા બનાવમાં રાજકોટનાં ભારતીનગર વિસ્તારમાં રહેતા 46 વર્ષીય રામજી સોલંકી સાંજેના સુમારે ઘરે હતા. ત્યારે અચાનક જ તેઓને ઉલ્ટી થયા બાદ તેઓ બેભાન થઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. ત્યારે બાદ તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો. રા્મજીભાઈ સોલંકી સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.

બેભાન થઈ જતા સારવાર અર્થે ખસેડાયા હતા
ત્રીજા બનાવમાં લોધિકાનાં પાળ ગામે વાડીમાં ખેત મજૂરી કરતા 51 વર્ષીય કેશુભાઈ મોહનિયા રાતે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ર્ડાક્ટરે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. મૃતક કેશુભાઈ મૂળ દાહોદનાં વતની છે તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ