ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / threats calls to bomb blast at three places in mumbai police alert

ધમકી / મુંબઈમાં ત્રણ ઠેકાણે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ, અપાયું મોટું એલર્ટ

Published By: MayurN

Last Updated: 06:50 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના અંધેરીના ઇન્ફિનિટી મોલ, જુહુના પીવીઆર અને સાંતાક્રુઝમાં સહારાની ફાઇવ સ્ટાર હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રની રાજધામાં પોલીસને મળ્યો ધમકીભર્યો ફોન 
  • મુંબઈમાં ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • પોલીસે તપાસ હાથ ધરી અને સ્થળો આસપાસ સુરક્ષા વધારી 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં અંધેરીના ઇન્ફિનિટી મોલ, જુહુના પીવીઆર અને સાંતાક્રુઝમાં સહારાની ફાઇવ સ્ટાર હોટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ ધમકીભર્યો કોલ મળતા જ પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયું હતું અને આ ત્રણેય સ્થળો અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જો કે પોલીસને હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને રાત્રે 10:30 વાગ્યે હેલ્પલાઈન નંબર 112 પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં તેમને ત્રણ સ્થળોએ બોમ્બ વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસ હાલ ફોન કરનારને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે જેથી કેસની યોગ્ય ચકાસણી થઈ શકે.

પહેલા પણ ધમકીભર્યા ફોન આવ્યા હતા
વાસ્તવમાં હાલના સમયમાં મુંબઈ પોલીસને આવા અનેક ધમકીભર્યા કોલ આવી રહ્યા છે, જે તપાસમાં સંપૂર્ણપણે ખોટા નીકળ્યા હતા. અહીં લગભગ એક મહિના પહેલા સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને આવા જ ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ વ્યક્તિએ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફોન કરનારે વોટ્સએપ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, "બોમ્બ બ્લાસ્ટ કરવો છે, ઇન્ડિયામાં તબાહી સર્જવી છે ". જો કે આ ધમકી એકદમ ખોટી સાબિત થઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra andheri bomb blast threat juhu mumbai police threat call Bomb Blast threat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ