ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ડલ સ્કીન ચમકદાર બનાવશે કોકોનટ ઓઈલ, માત્ર આ બે વસ્તુ કરો એડ

સ્કીન કેર / ડલ સ્કીન ચમકદાર બનાવશે કોકોનટ ઓઈલ, માત્ર આ બે વસ્તુ કરો એડ

Published By: Nirav Kumar

Last Updated: 08:20 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી સ્કીન બેદાગ અને નિસ્તેજ થઇ ગઈ હોય અને તમે મોંઘી બ્યુટી પ્રોડક્ટ પાછળ પૈસા ખર્ચીને થાક્યા હોવ તો અહીં જણાવેલ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

ADVERTISEMENT

દરેક લોકોને ક્લીન ચમકદાર, અને બેદાગ સ્કીન ગમે છે. પણ ગરમી, પ્રદૂષણ અને ખરાબ લાઈફસ્ટાઈલને લીધે સ્કીન નિસ્તેજ બની જાય છે. જેને સુધારવા માટે લોકો મોંઘી બ્યુટી પ્રોડક્ટ ખરીદે છે પરંતુ તેમ છતાં સારા પરિણામો મળતા નથી . જો તમે પણ મોંઘી બ્યુટી પ્રોડક્ટ ખરીદીને થાકી ગયા છો તો તમારા માટે એક રીત કામમાં આવી શકે છે.

ચમકદાર સ્કીન માટે તમે ઘરમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કરી શકો છો. જેમાં બે રસોડામાં સામેલ અમુક વસ્તુને નાળિયેર તેલ સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ ડલનેસ ઘટાડવા, સ્કીનને ભેજયુક્ત બનાવવામાં અને કુદરતી ચમક મેળવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો.

જો તમે ચમકતી અને ક્લીન સ્કીન ઇચ્છતા હોવ તો કોફી અને લીંબુ કે ટામેટાના રસ સાથે નાળિયેર ઓઈલ ભેળવીને લગાવવાથી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મિશ્રણ ત્વચાને નરમ બનાવવામાં, ડેડ સ્કીન દૂર કરવામાં અને ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરી શકે છે. આ ફેસ પેક બનાવવા માટે તમારે માત્ર ત્રણ ઘટકોની જરૂર પડશે. જેમાં 1 ચમચી નારિયેળ તેલ, 1 ચમચી કોફી પાવડર અને 1/2 ચમચી લીંબુનો રસ કે ટામેટાંનો રસ.

vtv hiring 2
  • ફેસ પેક આ રીતે કરવો તૈયાર

આ ફેસ પેક બનાવવા માટે પહેલા એક બાઉલમાં નારિયેળ તેલ અને કોફી પાવડર ભેળવીને સારી રીતે મિક્સ કરો. બાદમાં અડધી ચમચી લીંબુ કે ટામેટાંનો રસ ઉમેરો અને એક સ્મૂધ પેસ્ટ બનાવો.

  • લગાવવાની રીત

આ ફેસ પેક લગાવતા પહેલા તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તૈયાર કરેલા ફેસ પેકને તમારા આખા ચહેરા પર લગાવો અને 2 થી 3 મિનિટ માટે હળવા ગોળાકાર ગતિમાં માલિશ કરો. તેને 5 થી 10 મિનિટ માટે રહેવા દો અને બાદમાં પાણીથી ધોઈ લો.

વધુ વાંચો : સફેદ વાળને 10 સેકન્ડમાં નેચરલી બ્રાઉન કરી દેશે આ આઈડિયા, ઘરમાં બનાવીને રાખો પાઉડર

  • આ ઉપાય કેવી રીતે કરે છે કામ?

નારિયેળ તેલ ત્વચા માટે સારું મનાય છે. તે સ્કીનને ઊંડે સુધી ભેજયુક્ત બનાવવામાં મદદ કરે છે તેને નરમ અને હાઇડ્રેટેડ બનાવે છે. તો કોફીનો થોડો રફ ટેક્સચર ડેડ સ્કીનના કોષોને દૂર કરવામાં મદદ કરે છે જેનાથી સ્કીન સ્વચ્છ અને તાજી દેખાય છે. આ સિવાય લીંબુ અને ટામેટા બંને વિટામિન સીના સારા સ્ત્રોત મનાય છે. આ ત્વચાને ફ્રેશ લુક અને ચમક આપવામાં મદદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coconut oil beauty products dull skin

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ