બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / This big decision had to be taken due to the crowd in Ayodhya: PM Modi also ordered the leaders

રામ મંદિર / અયોધ્યામાં ભીડના કારણે લેવો પડ્યો આ મોટો નિર્ણય: PM મોદીએ પણ નેતાઓને આપ્યો આદેશ

Megha

Last Updated: 09:39 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર લોકોને એક અપીલ કરી છે. પ્રશાસન દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં VVIPને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી છે.

  • શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે.
  • પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો રામ નગરી પહોંચી રહ્યા છે. 
  • યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક અપીલ કરી. 

અયોધ્યાના શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો રામ નગરી પહોંચી રહ્યા છે. 

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર VVIP લોકો માટે ટાઈટ સિક્યોરીટી,  પોલીસકર્મીઓની 45 ટીમો પૂરી પાડશે સુરક્ષા | Ayodhya Ram Mandir Tight  security for ...

પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસે લાખો ભક્તો રામલલાના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા. માહિતી મુજબ પ્રથમ દિવસે લગભગ 5-6 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક અપીલ કરી છે. પ્રશાસન દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આ લોકોને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી છે.

Ram Mandir Hanuman arrived to see Ramlala surprising incident happened in the Ram temple on the first day itself

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે VVIP લોકો આગમી 10 દિવસ સુધી અયોધ્યા ન આવે. જો તમે આવો તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવજો. જેથી તેઓને વધુ સારી સુવિધા પુરી પાડી શકાય. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, દરેક લોકો આરામથી દર્શન કરી શકે એ માટે આ સૂચના બહાર પાડવામાં આવે છે, રામ નગરીમાં ભીડને ધ્યાનમાં રાખીને, VIP અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આગામી 7 થી 10 દિવસમાં અયોધ્યા ધામની મુલાકાતનું આયોજન કરતા પહેલા સ્થાનિક વહીવટીતંત્ર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અથવા ઉત્તર પ્રદેશ સરકારને જાણ કરે. 

darshan time of Ramlala has been extended devotees will be able to do darshan till this night

બુધવારે પણ સવારથી જ રામ મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એવામાં હવે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. હવે ભક્તો સવારે 7 થી 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. ભક્તોની ભીડને જોતા ભીડ વ્યવસ્થાપન માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે.

વધુ વાંચો: અયોધ્યા મંદિરમાં થયો ચમત્કાર! રામભક્ત હનુમાન દર્શન કરવા આવ્યા, રામ મંદિર ટ્રસ્ટે પોસ્ટ કરી જણાવી ઘટના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેબિનેટની બેઠક દરમિયાન અયોધ્યા જવા અંગે તેમના કેબિનેટ નેતાઓને ખાસ સૂચન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ કહ્યું છે કે આ સમયે રામ મંદિરના દર્શન કરવા માટે ભારે ભીડ એકઠી થઈ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓએ આ સમયે અયોધ્યા જવાનું ટાળવું જોઈએ.

PM મોદીએ કહ્યું કે VIP મૂવમેન્ટ અને પ્રોટોકોલના કારણે સામાન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેથી એ લોકોએ અયોધ્યા જવું હોય તો તેનું આયોજન માર્ચમાં કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ