બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / These commodities, including American almonds, will become cheaper

G20 Summit / જો બાયડનના ભારત પ્રવાસ પહેલા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, અમેરિકી બદામ સહિત આ ચીજવસ્તુઓ થશે સસ્તી

Priyakant

Last Updated: 08:55 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit News: G20 Summit માં સામેલ થવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની ભારત મુલાકાત પહેલા સરકારે મોટો નિર્ણય

  • G20 Summit ની બેઠક પહેલા મોટા સમાચાર 
  • જો બાયડનની ભારત મુલાકાત પહેલા સરકારે મોટો નિર્ણય
  • સરકારે અમેરિકી બદામ સહિતણા કસ્ટમ ડ્યુટીમાં કર્યો ઘટાડો 

G20 Summit : G20 Summit માં સામેલ થવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની ભારત મુલાકાત પહેલા સરકારે મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, સરકારે અમેરિકન બદામ, કઠોળ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પરના કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે. 

બદામનું સૌથી વધુ ઉત્પાદન અમેરિકામાં થાય છે અને ભારત-કેલિફોર્નિયા બદામનો સૌથી મોટો ખરીદદાર છે. આવી સ્થિતિમાં જ્યારે બદામ પરના કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે અમેરિકન બદામ ભારતમાં વધુ સસ્તી થઈ શકે છે. સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન G20 Summit માં ભાગ લેવા માટે ભારત આવવામાં 2 દિવસ બાકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ લગભગ 3 દિવસ દિલ્હીમાં રહેશે.

File Photo

આ ચીજો પણ થઈ શકે છે સસ્તી 
અમેરિકન બદામ ઉપરાંત સરકારે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મસૂર દાળમાંથી પણ કસ્ટમ ડ્યુટી દૂર કરી છે. બદામ પછી મોટાભાગની દાળ અમેરિકાથી ભારતમાં આવે છે. આવી સ્થિતિમાં આના પરની કસ્ટમ ડ્યુટી દૂર કરવી એ પણ ભારતની સામાન્ય જનતા માટે રાહતની બાબત છે. વડાપ્રધાન મોદીએ જૂનમાં તેમની યુએસ મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે, તેઓ દાળ સહિત કેટલાક અમેરિકન ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી હટાવી દેશે. જે બાદ હવે અમેરિકન બદામ, અખરોટ અને દાળનો સમાવેશ થાય છે.

File Photo

ભારતને થશે ફાયદો
કેલિફોર્નિયાના બદામ બોર્ડે એક નિવેદનમાં ભારતના પગલાને આવકાર્યું છે. ABCએ જણાવ્યું છે કે, ભારતમાં તેમની બદામના શિપમેન્ટ પર આયાત ડ્યૂટી હવે શેલ પર ₹35 પ્રતિ કિલો અને સારી ગુણવત્તાની બદામ પર ₹100 પ્રતિ કિલો હશે. ભારતે યુએસ બદામ પર લાગુ પડતા ટેરિફના દરોને શેલ પર ₹41 પ્રતિ કિલો અને સારી ગુણવત્તાની બદામ પર ₹120 પ્રતિ કિલો કરી દીધા હતા. ABCમાં ટેકનિકલ અને રેગ્યુલેટરી અફેર્સનાં વાઈસ પ્રેસિડેન્ટ જુલી એડમ્સ આ બાબતે કહે છે કે, તેઓ ટેરિફ હટાવવાથી ખૂબ જ ખુશ છે હવે તેનાથી ભારતમાં માંગ વધારવામાં અને ત્યાંના ગ્રાહકો માટે ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ