બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / | There is very little time left to get online free address change in Aadhaar card, know what is the process

તમારા કામનું / આધાર કાર્ડ યુઝર્સ જલ્દી કરે! ડેડલાઇન નજીક આવી ગઇ, ફટાફટ ફ્રીમાં કરી દો આ કામ, નહીંતર...!

Vishal Dave

Last Updated: 09:59 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર જારી કરતી સંસ્થા UIDAIનું કહેવું છે કે તમામ યુઝર્સે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. એટલે કે, જો તમારું આધાર કાર્ડ બન્યાને 10 વર્ષ થઈ ગયા છે, તો તેને અપડેટ કરો

આજના સમયમાં દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. દેશના નાગરિકો માટે આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંક એકાઉન્ટ ખોલવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, સિમ કાર્ડ ખરીદવા, મકાન ખરીદવા વગેરે જેવી નાણાં સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે આધાર જરૂરી બની ગયું છે. આવી સ્થિતિમાં જો આધાર કાર્ડને સમય-સમય પર અપડેટ કરવામાં ન આવે તો અનેક કામો અટવાઈ શકે છે. અહીં તમારા માટે સારા સમાચાર છે કે સામાન્ય લોકો 14 માર્ચ 2024 સુધી આધારમાં ફ્રીમાં અપડેટ કરાવી શકે છે. 

ફ્રી અપડેટ કરવા માટે હવે થોડા દિવસો જ  બાકી 

આધાર જારી કરતી સંસ્થા UIDAIનું કહેવું છે કે તમામ યુઝર્સે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. એટલે કે, જો તમારું આધાર કાર્ડ બન્યાને 10 વર્ષ થઈ ગયા છે, તો તેને અપડેટ કરો. આ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે 10 દિવસથી ઓછો સમય બાકી છે.

આ ડેટા અપડેટમાં આપવાનો રહેશે

તમે આધાર કેન્દ્ર પર જઈને અથવા જાતે જ આધારને ઓનલાઈન અપડેટ કરી શકો છો. આધાર કાર્ડ અપડેટ કરવા માટે, ગ્રાહકોએ તેમના વસ્તી વિષયક ડેટા, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે જેવી જરૂરી માહિતી પ્રદાન કરવી પડશે. આધારના ઘણા ડેમોગ્રાફિક ડેટા જાતે જ ઓનલાઈન અપડેટ કરી શકાય છે પરંતુ આવી ઘણી વસ્તુઓ પણ છે. જેના માટે તમારે આધાર સેન્ટર પર જ જવું પડશે. ઉદાહરણ તરીકે, આઇરિસ અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માટે, વ્યક્તિએ આધાર કેન્દ્ર પર જવું પડશે. ધ્યાનમાં રાખો કે મફત આધાર અપડેટની સુવિધા ફક્ત ઓનલાઈન અપડેટ પર જ મળશે. આધાર અપડેટ કરવા માટે તમારે આધાર સેન્ટર પર જઈને ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચોઃ  RTE હેઠળ એડમિશનને લઇ મોટી જાહેરાત, હવે આ તારીખથી 6 વર્ષ પૂર્ણ કરતા બાળકોના વાલીઓ ફોર્મ ભરી શકશે

શું કરશો ?

પહેલા  આ માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો. આ પછી તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે. ઉદાહરણ તરીકે, એડ્રેસ અપડેટ કરવા માટે, તમારે અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરવો પડશે, પછી આગળ, નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરીને અહીં OTP દાખલ કરવો પડશે. આ પછી ડોક્યુમેન્ટ્સ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે જેતી આગળ તમે આધાર સંબંધિત વિગતો જોશો.  બધી વિગતો ચકાસો અને પછી સરનામું અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ  આધાર અપડેટ પ્રક્રિયા સ્વીકારો..આમ કરવાથી આપને  અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) નંબર 14 મળશે. આના દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ