બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / ગુજરાત / વડોદરા / There is a world famous temple of Lord Shiva in Vadodara, Gujarat

અનોખુ / શિવ શિવ શંભો.! વડોદરામાં ભક્તોને દર્શન આપી મંદિર જ થઈ જાય છે અદ્રશ્ય, શિવ પુરાણની રુદ્ર સંહિતામાં 'સ્તંભેશ્વર'નો ઉલ્લેખ

Dinesh

Last Updated: 09:21 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stambheshwar Mahadev Temple : સ્કંદ પુરાણ અને શિવ પુરાણની રુદ્ર સંહિતામાં ગુજરાતના વડોદરામાં સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ છે, જે દરરોજ અદ્રશ્ય થઈ જાય છે.

  • દરરોજ ગાયબ થઈ જાય છે આ મંદિર 
  • શિવ પુરાણમાં છે ઉલ્લેખ 
  • વડોદરામાં સ્થિત છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર 

Stambheshwar Mahadev Temple : શ્રાવણ મહિનામાં શિવ મંદિરોની મુલાકાત લેવી, મુખ્ય તીર્થસ્થાનો પર જવું ખૂબ જ ફળદાયી છે. તેથી, શ્રાવણ મહિનામાં દેશના મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. આમાંના ઘણા મંદિરો પ્રાચીન છે અને તેમની સાથે જોડાયેલા રહસ્યોને કારણે દુનિયાભરમાંથી લોકો તેમની મુલાકાત લેવા આવે છે. ગુજરાતના વડોદરામાં આવું જ એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જે દરરોજ અદૃશ્ય થઈ જાય છે અને ફરી દેખાય છે. આ ઘટનાને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.

the mysterious temple of lord shiva disappears in the sea after seeing it

સમુદ્રમાં સ્થિત છે આ શિવ મંદિર 
ભગવાન શિવનું આ પ્રસિદ્ધ મંદિર, સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમુદ્રમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. દરિયાની અંદર હાજર આ મંદિર દિવસમાં બે વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી ફરી દેખાવા લાગે છે. વાસ્તવમાં, આ સમુદ્રમાં પાણીનું સ્તર દરરોજ એટલું વધે છે કે મંદિર આખુ ડૂબી જાય છે અને પછી જ્યારે પાણીનું સ્તર ઘટે છે ત્યારે મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ ઘટના દરરોજ સવારે અને સાંજે બને છે.

સમુદ્ર કરે છે શિવજીનો અભિષેક 
શિવ મંદિર દરિયામાં ડૂબી જવાની અને ફરીથી પ્રગટ થવાની આ ઘટનાને ભક્તો દ્વારા સમુદ્ર દ્વારા શિવનો અભિષેક કરવાનું કહેવામાં આવે છે. જ્યારે સમુદ્રનું સ્તર વધવા લાગે છે ત્યારે મંદિરમાં ભક્તોનો પ્રવેશ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. 

સ્કંદ પુરાણ અને શિવ પુરાણની રુદ્ર સંહિતામાં સ્તંભેશ્વર મંદિર વિશે કહેવામાં આવ્યું છે કે રાક્ષસ તારકાસુરે કઠોર તપસ્યા કરીને શિવ પાસેથી એવું વરદાન લીધું હતું કે માત્ર શિવના પુત્ર જ તેને મારી શકે છે. ત્યાર બાદ તારકાસુરના ઉત્પાતથી લોકોને મુક્તિ અપાવવા માટે ફક્ત 6 દિવસના કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો હતો.  ત્યાર બાદ જે સ્થાન પર રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો ત્યાં શિવ મંદિર બનાવવામાં આવ્યું. જણાવી દઈએ કે આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પૂર્વ થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ