બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / There has been a big decline in the number of poor in India in the last 15 years

રિપોર્ટ / રાહતના સમાચાર: ભારતમાં ઘટી રહી છે ગરીબી, સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટમાં જાણો શું થયાં ખુલાસા

Malay

Last Updated: 11:42 AM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ, વર્ષ 2005-06થી લઈને 2019-21ની વચ્ચે ભારતમાં લગભગ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને આ મામલે એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળ્યું છે.

  • ભારતમાં ઘટી રહી છે ગરીબીઃ સંયુક્ત રાષ્ટ્ર
  • 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી આવ્યા બહાર 
  • ગરીબીની ટકાવારી ગ્રામીણ વિસ્તારોમાં 21.2, શહેરોમાં 5.5

સંયુક્ત રાષ્ટ્રએ તેના તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, 2005-06થી લઈને 2019-21 વચ્ચે ભારતમાં લગભગ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને આ મામલે એક 'ઐતિહાસિક પરિવર્તન' જોવા મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) 'UNDP' અને ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ (Oxford Poverty and Human Development Initiative) 'OPHI' તરફથી સોમવારે બહાર પાડવામાં આવેલા નવા બહુપરીમાણીય ગરીબી સૂચકાંક 'MPI'માં ભારતના ગરીબી નાબૂદીના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. આ મુજબ, વર્ષ 2005-06થી લઈને 2019-21 દરમિયાન ભારતમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા.

એક ઐતિહાસિક પરિવર્તન
MPI રિપોર્ટમાં, આ સફળતાને સતત વિકાસ લક્ષ્યો (sustainable development goals)ની પ્રાપ્તિની દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ તરીકે વર્ણવવામાં આવી છે. રિપોર્ટ જણાવે છે કે, 'આ દર્શાવે છે કે વર્ષ 2030 સુધીમાં ગરીબોની સંખ્યાને અડધી કરવા માટેના સતત વિકાસ લક્ષ્યો (sustainable development goals)ને મોટા પાયે હાંસલ કરવા શક્ય છે.' એક અખબારી યાદીમાં આ અહેવાલની વિગતો આપતાં સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, ભારતમાં આ 15 વર્ષો દરમિયાન લગભગ 41.5 કરોડ લોકોનું બહુ-આયામી ગરીબીની ચુંગાલમાંથી બહાર નીકળવું​એ એક ઐતિહાસિક પરિવર્તન છે.

22.89 કરોડ ગરીબોની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધુ 
આ રિપોર્ટ અનુસાર, 'સતત વિકાસ લક્ષ્યો (sustainable development goals)ના પરિપ્રેક્ષ્યથી ભારતનો મામલો અભ્યાસ કરવા યોગ્ય છે. તે ગરીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા અને ગરીબીમાં જીવતા પુરુષો, મહિલાઓ અને બાળકોની સંખ્યાને વર્ષ 2030 સુધીમાં અડધી કરવા વિશે છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં ભારતની વસ્તીના આંકડા મુજબ 22.89 કરોડ ગરીબોની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધુ છે. આ યાદીમાં ભારત પછી નાઈજીરિયા 9.67 કરોડ ગરીબોની સાથે બીજા ક્રમે છે.

શું કહે છે આંકડાઓ
આ મુજબ, 'જબરદસ્ત સફળતા મળવા છતાં 2019-21માં આ 22.89 કરોડ ગરીબોને ગરીબીમાંથી કાઢવા એક પડકારજનક કાર્ય છે. આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે આંકડા એકત્રિત કર્યા પછી આ સંખ્યામાં ચોક્કસપણે વધારો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે, 2019-21માં ભારતમાં 9.7 કરોડ બાળકો ગરીબીની ચુંગાલમાં હતા, જે અન્ય કોઈપણ દેશમાં વર્તમાન કુલ ગરીબોની સંખ્યા કરતા પણ વધુ છે. તેમ છતાં બહુપક્ષીય નીતિ અભિગમ સૂચવે છે કે સહિયારો પ્રયાસ કરોડો લોકોના જીવનમાં સુધારો લાવી શકે છે.

કોરોનાકાળમાં આર્થિક રીતે ખૂબ જ નબળા પડી ગયા હતા લોકો
જો કે, આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમામ પ્રયાસો છતાં ભારતની વસ્તી કોવિડ -19 મહામારીની ખરાબ અસરો અને ખાદ્ય પદાર્થ અને ઇંધણની વધતી કિંમતો પ્રત્યે સંવેદનશીલ છે. પૌષ્ટિક ખોરાક અને ઉર્જાના ભાવને પહોંચી વળવા માટે જારી સંકલિત નીતિઓને પ્રાથમિકતા આપવાની હિમાયત પણ કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના ગરીબી પર પ્રભાવનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. આનું કારણ જનસંખ્યા અને સ્વાસ્થ્ય સર્વે સાથે સંબંધિત 2018-21ના 71 ટકા આંકડા મહામારી પહેલાના છે.

2019-21ની વચ્ચે 14 કરોડ લોકો આવ્યા ગરીબીમાંથી બહાર 
આ રિપોર્ટ અનુસાર, વિશ્વના 111 દેશોમાં કુલ 1.2 અરબ લોકો અથવા વસ્તીના 19.1 ટકા લોકો અત્યંત બહુપરીમાણીય ગરીબીનું જીવન જીવી રહ્યા છે. આમાંથી પણ અડધા લોકો એટલે કે 59.3 કરોડની સંખ્યા માત્ર બાળકોની છે. ભારતમાં ગરીબોની સંખ્યામાં થયેલા ઘટાડાને પણ બે સમયગાળામાં વહેંચવામાં આવ્યો છે. વર્ષ 2005-06થી લઈને 2015-16 દરમિયાન એક તરફ 27.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, તો બીજી તરફ 2015-16થી લઈને 2019-21 વચ્ચે 14 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવવામાં સફળ રહ્યા. જો આપણે પ્રાદેશિક ગરીબીની વાત કરીએ તો ભારતના બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં 2015-16થી 2019-21 દરમિયાન ચોખ્ખી ગરીબોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

ગરીબીની ટકાવારી ગ્રામીણ વિસ્તારોમાં 21.2, શહેરોમાં 5.5
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોનું પ્રમાણ 21.2 ટકા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ 5.5 ટકા છે. કુલ ગરીબ લોકોમાંથી લગભગ 90 ટકા લોકો ગ્રામીણ વિસ્તારના છે. ભારતનું MPI મૂલ્ય અને ગરીબીની સ્થિતિ બંનેમાં અડધાથી વધુનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતની પ્રગતિ દર્શાવે છે કે સતત વિકાસ લક્ષ્યોને હાંસિલ કરવું આટલા મોટા પાયા પર પણ શક્ય છે'.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ