બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / There are many disadvantages to getting a tattoo

હેલ્થ / શ્રાવણમાં ટેટૂ બનાવવાનો વધી જાય છે ક્રેઝ, જાણી લેજો 5 મોટા નુકસાન, નહીંતો બીમારીને નોતરશો

Dinesh

Last Updated: 11:32 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાતોના મતે ટેટૂના કારણે વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે તેમજ અન્ય પણ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે

  • ટેટૂના ઘણાબધા ગેરફાયદા છે
  • 'વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે'
  • 'HIVનો ચેપ લાગવાનું જોખમ રહે છે'


શરીર પર ટેટૂ બનાવવાની એક ફેશન બની ગઈ છે, આપણે મોટી સંખ્યામાં લોકોના શરીર પર ટેટૂઝ જોઈએ છે. પશ્ચિમી દેશોમાં ટેટૂ બનાવાની મોટી હરીફાઈ હોય તેમ બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા થોડાક સમયથી ભારતમાં પણ તેનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જો કે, લોકો હંમેશા પોતાના શરીર પર ટેટૂ દોરવાતા હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં થોડો ક્રેઝ વધુ હોય છે. ત્યારે મોટાભાગના લોકો આસ્થા સાથે જોડાયેલા ટેટૂ બનાવતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે તમને સવાલ કરીએ કે, શું તમે ટેટૂ બનાવવા પાછળના ગેરફાયદા જાણો છો? નિષ્ણાતોના મતે આના કારણે વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે તેમજ અન્ય પણ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

Topic | VTV Gujarati

HIVનો ચેપ લાગવાનું જોખમ રહે
પાપ્ત માહિતી મુજબ ટેટૂ દોરાવતા સમય કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે થોડી બેદરકારી તમને જીવનભર નુકસાન પહોંચાડી શકે છે. ટેટૂ બનાવવાથી વ્યક્તિને HIVનો ચેપ લાગવાનું જોખમ રહે છે અને આવા કેટલાક કિસ્સાઓ પણ ગત વર્ષોમાં સામે આવ્યા છે. તેથી જ ટેટૂ બનાવવાના ટાળવા જોઈએ. જો તમે ટેટૂ બનાવવા માંગો છો તો તમે ટેટૂની સોયના ઉપયોગ પર ધ્યાન રાખો.

સ્કિન કેન્સર
શરીર પર ટેટૂ બનાવવાના કારણે સ્કિન કેન્સરનો ખતરો રહે છે અત્રે જણાવીએ કે, આ વાત આજ સુધી સાબિત થઈ નથી. પરંતુ ટેટૂની શાહીમાં રહેલા કેટલાક હાનિકારક તત્વો કેન્સરનું કારણ પણ બની શકે છે. કારણ કે, કાળી શાહીમાં બેન્ઝો પાયરીનનું સ્તર વધુ હોય છે જેના કારણે આ તત્વ જીવલેણ કાર્સિનોજેનિક હોઈ શકે છે.

રક્તજન્ય રોગ
શરીર પર ટેટૂ બનાવવાથી લોહીજન્ય રોગો વધવાનું જોખમ રહેલું છે. જેનું મુખ્ય કારણ સોયની છે, આ માટે ટેટૂ બનાવતી વખતે સ્વચ્છતા, રંગો, ટેટૂ બનાવનાર વ્યક્તિએ ગ્લોઝ પહેર્યા છે કે નહીં જેવી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે સોયનો એકથી વધુ વખત ઉપયોગ કરવોએ ઈન્ફેક્શનનો ખતરો છે.

એલર્જીક રિએક્શન
ટેટૂની શાહી કોઈપણ વ્યક્તિમાં એલર્જીક રિઅક્શનનું થઈ શકે છે. જેના કારણે તમે વર્ષો સુધી આ સમસ્યાનો શિકાર રહી શકો છો. આ પ્રકારની સમસ્યાને કારણે ટેટૂની જગ્યા પર ફોલ્લીઓ થવા લાગે છે. તેથી જ શરીર પર ટેટૂ બનાવવું ટાળવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ