બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / There are a total of 8 types of vitamin B complex, which are beneficial to the body in many ways

સ્વાસ્થ્ય / માત્ર વિટામીન 12 નહીં, કુલ 8 પ્રકારના હોય છે વિટામિન B કોમ્પલેક્ષ, જે શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક

Pooja Khunti

Last Updated: 10:15 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vitamin B Complex: તમારા મગજને સ્વસ્થ રાખવાં માટે વિટામિન Bની ઉણપ ન થવાં દો. માત્ર વિટામિન B 12 જ નહીં પણ 8 પ્રકારનાં B કોમ્પ્લેક્સ હોય છે. જે શરીરનાં વિવિધ ભાગ માટે જરૂરી છે.

  • શરીરને સ્વસ્થ રાખવાં માટે જરૂરી વિટામિન અને મિનરલ્સ 
  • વિટામિન B9 ગર્ભાવસ્થામાં બાળકનાં વિકાસ માટે જરૂરી 
  • વિટામિન B12 નર્વ સિસ્ટમ અને સર્કુલેટરી સિસ્ટમને ફિટ રાખવાં માટે જરૂરી

દરરોજ યોગ્ય રીતે કામ કરવા માટે અને શરીરને સ્વસ્થ રાખવાં માટે વિટામિન અને મિનરલ્સની જરૂર હોય છે. શરીરને સ્વસ્થ રાખવાં માટે વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બ્સ અને સારો ફેટ જરૂરી છે.  તેનાથી શરીરને એનર્જી મળે છે. આ બધાં જ પોષક તત્વો શરીરની અંદર ઈંધણની જેમ કામ કરે છે. આમાંથી એક પણ પોષક તત્વની ઉણપ જણાય તો શરીરમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. વિટામિન B કોમ્પ્લેક્સ પણ શરીર માટે ખૂબજ જરૂરી છે.  તેમાં માત્ર વિટામિન B12 જ નહીં પણ કુલ 8 પ્રકારનાં વિટામિન હોય છે. જેમાં વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B6, વિટામિન B7, વિટામિન B9 અને વિટામિન B12નો સમાવેશ થાય છે.  આ દરેક પ્રકારનાં વિટામીન શરીરનાં વિવિધ ભાગોને સ્વસ્થ રાખે છે. 

વિટામિન B1 [થાઇમિન] 
વિટામિન B1 શરીરમાં શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.  આ ફેટી એસિડ બનાવવાં માટે પણ જરૂરી છે. મગજને સ્વસ્થ અને ચેતાપ્રેષકને જાળવવામાં મદદ કરે છે. વિટામિન B1 દાળ, અનાજ, નટ્સ અને બીજ માંથી મળે છે. 

વિટામિન B2 [રિબોફ્લેવિન]
આંખોને સ્વસ્થ રાખવાં અને શરીરની એનર્જી વધારવા વિટામિન B2 જરૂરી છે. આ વિટામિન જ્ઞાનતંતુ સંબંધિત રોગ દૂર રાખવાનું કામ કરે છે.  હ્રદયને સ્વસ્થ રાખવાં માટે વિટામિન B2 જરૂરી છે.  ડેરી પ્રોડક્ટ્સ જેમકે દૂધ, દહીં, પનીર અને ઈંડા અને પાનવાળા શાકભાજીથી વિટામિન B2ની ઉણપ પૂર્ણ થઈ શકે છે. 

વિટામિન B3 [નાયસિન] 
એન્ટિ એજિંગ એજેંટનાં રૂપમાં કામ કરે છે. વિટામિન B3 શરીરમાં પ્રોટીન, ફેટ અને કાર્બ્સનું સંતુલન જાળવી રાખે છે.  પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન B3 ઘઉં, મશરૂમ્સ, વટાણા, ઇંડા, માછલી અને એવોકાડોમાં હોય છે. 

વિટામિન B5 [પેન્ટોથેનિક એસિડ]
વિટામિન B5 શરીરમાં ઉત્સેચકો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનું ચયાપચય કરે છે. મશરૂમ્સ, ઈંડા, શક્કરીયા, કઠોળ, બદામ, મગફળી, એવોકાડો અને લાલ માંસ માંથી વિટામિન B5 મળે છે. 

વિટામિન B6 [પાયરિડોક્સિન]
રક્ત આરોગ્ય, લાલ રક્ત કોશિકાઓનાં નિર્માણ અને હિમોગ્લોબિન વધારવા માટે વિટામિન B6 જરૂરી છે.  ચણા, બટાકા, માછલીના દાણા અને સોયાબીન માંથી વિટામિન B6 મળે છે. 

વિટામિન B7 [બાયોટિન] 
વજન ઘટાડવા માટે અને ફેટને તોડવાં માટે વિટામિન B7 જરૂરી છે. તેનાથી ચયાપચય મજબૂત બને છે. મશરૂમ્સ, ઇંડા જરદી, સૅલ્મોન માછલી, બદામ, પાલક, કેળા, સફરજન અને કઠોળ માંથી વિટામિન B7 મળે છે. 

વિટામિન B9 [ફોલેટ] 
આ ફોલિક એસિડનાં નામે પણ ઓડખાય છે. ગર્ભાવસ્થામાં બાળકનાં વિકાસ માટે જરૂરી હોય છે. કેન્સર અને ખરતા વાળની સમસ્યા માટે મદદરૂપ થાય છે.  ઈંડા, પાલક, કેળા, પાંદડાવાળા શાકભાજી, કઠોળ, બ્રોકોલી, અનાજ અને મગફળી માંથી ફોલેટની ઉણપને પૂર્ણ કરવામાં આવે છે. 

વિટામિન B12 [કોબાલામીન]
નર્વ સિસ્ટમ અને સર્કુલેટરી સિસ્ટમને ફિટ રાખવાં માટે વિટામિન B12 જરૂરી છે.  કોશિકાઓને ને એક્ટિવ બનાવવા માટે વિટામિન B12 જરૂરી છે. પનીર, દૂધ, માંસ, દહીં, કાજુ, તલ અને બ્રોકોલી માંથી વિટામિન B12ની ઉનપને પૂર્ણ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ