બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ... then Behenji will be made President, RSS asked for votes saying so, Mayawati's big allegation

નિવેદન / ... તો બહેનજીને રાષ્ટ્રપતિ બનાવી દઈશું, RSSએ આવું કહીને માગ્યા વોટ, માયાવતીનો મોટો આરોપ

Hiralal

Last Updated: 07:00 PM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બસપા અધ્યક્ષ માયાવતીએ ભાજપ અને આરએસએસ પર એક મોટો આરોપ લગાવીને રાષ્ટ્રપતિ પદના ચહેરાની ચર્ચા શરુ કરી છે.

  • BSP ચીફ માયાવતીનો મોટો આરોપ
  • આરએસએસે અમારા લોકોમાં પ્રચાર કરાવ્યો
  • માયાવતીને રાષ્ટ્રપતિ બનાવી દઈશું,ભાજપને સત્તાએ આવવા દો

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપની મોટી જીત વચ્ચે માયાવતીએ કહ્યું છે કે આરએસએસે અમારા લોકોમાં એવો પ્રચાર કર્યો હતો કે જો બસપાની સરકાર નહીં બને તો બહેનજી (માયાવતી)ને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે એટલે ભાજપને સત્તા પર આવવા દો. 

રાષ્ટ્રપતિ બનવું ઘણી દૂરની વાત, સપનામાં પણ વિચારી શકતી નથી
માયાવતીએ કહ્યું કે મારે માટે રાષ્ટ્રપતિ બનવું ઘણી દૂરની વાત છે અને હું આવું તો સપનામાં પણ વિચારી શકતી નથી. કાશીરામજીએ ઘણા સમય પહેલા આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને હું તેમના પગલે ચાલતી મજબૂત શિષ્ય છું. માયાવતીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી પર ચર્ચા ચાલી રહી છે.

માયાવતીએ તમામ કમિટીઓ ભંગ કરી

બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે પાર્ટી કાર્યાલયમાં પ્રદેશ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલી હારની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશના તમામ 403 સીટો પર ચૂંટણી લડનારા ઉમેદવારો સાથે પ્રભારી, જિલ્લા અધ્યક્ષ, વિધાનસભા અઘ્યક્ષ સાથે ભાઈચારા કમિટિના સભ્યોને પણ બોલાવામાં આવ્યા હતા. માયાવતીએ આ બેઠકમાં વિચાર વિમર્શ બાદ સેક્ટર પ્રભારી અને ભાઈચારા કમિટિને ભંગ કરવાનો નિર્ણય કર્યો છે. માયાવતીએ રવિવારે થયેલી બેઠક બાદ સેક્ટર પ્રભારી તથા ભાઈચાર કમિટી વ્યવસ્થાને ખતમ કરી દીધી છે. હવે દરેક ત્રણ મંડળ પર એક ઝોન હશે. નવી વ્યવસ્થામાં પ્રદેશના 3 નવા પ્રભારી બનાવામાં આવ્યા છે અને આ જવાબદારી મુનકાદ અલી, રાજકુમાર ગૌતમ અને ડોક્ટર વિજય પ્રતાપને સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રભારી માયાવતીને સીધા રિપોર્ટ કરશે. 

આ વર્ષે થવાની છે રાષ્ટ્રપતિની ચૂંટણી 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ હવે આ વર્ષે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માત્ર પોતાના પસંદ કરેલા વ્યક્તિને જ બહુમત મળશે, પરંતુ તાજેતરમાં યુપી, ઉત્તરાખંડ અને બાકીના રાજ્યોમાં થયેલી ચૂંટણીએ સમીકરણોને થોડા બદલ્યા છે. જે બાદ હવે ભાજપને પોતાની પસંદગીના પ્રમુખ ચૂંટવા માટે બહારની પાર્ટીઓનો સહારો લેવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ