બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / The ticket price of Adipurush is low a big decision of the makers

મનોરંજન / ફિલ્મ ચલાવવા મરણિયા પ્રયાસ: વિવાદ વચ્ચે આદિપુરુષની ટિકિટ પ્રાઈઝ કરી ઓછી, મેકર્સનો મોટો નિર્ણય

Kishor

Last Updated: 11:54 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવાદ વચ્ચે આદિપુરુષ ફિલ્મ નિર્માતા દ્વારા મોટો નિર્ણય લઈ ફિલ્મની ટિકિટની કિંમતમાં બે દિવસ પૂરતો ઘટાડો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • આદિપુરુષ ફિલ્મ વિવાદનો મામલો
  • વિવાદ વચ્ચે આદિપુરુષ ફિલ્મ નિર્માતા દ્વારા મોટો નિર્ણય
  • ફિલ્મની ટિકિટની કિંમતમાં બે દિવસ પૂરતો ઘટાડો કરાયો 

આદિપુરુષ ફિલ્મ જ્યારથી રિલીઝ થઇ છે ત્યાંરથી નિતનવા વિરોધ જન્માવી રહી છે. લોકો આ ફિલ્મનો આકરો વિરોધ કરીને તેના પ્રસારણ પણ રોક લગાવી દેવા માંગ ઉઠાવી રહ્યા છે. આ વિવાદ શમવાનું નામ લેતો નથી. પહેલા ડાયલોગ્સને લઈને વિરોધનો સુર ઊઠ્યાં બાદ પાત્રોના ગેટઅપ અને વિભીષણની પત્નીના બોલ્ડ સીન પર પ્રતિબંધ મૂકવાની દર્શકો માંગ ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવે ફિલ્મ મામલે નવું અપડેટ સામે આવ્યું છે. નિર્માતાઓએ મોટો નિર્ણય લઈ ફિલ્મની ટિકિટની કિંમતમાં બે દિવસ પૂરતો ઘટાડો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થતાં જ મેકર્સને મોટો ફટકો પડ્યો, પહેલા જ દિવસે થઈ ગઈ  ઓનલાઈન લીક / Adipurush online leak, Prabhas-Kriti's 'Adipurush' leaked  online just after its release, makers ...

ઓછા ભાવે આદિપુરુષ જોઈ શકશે

રામાયણને અધીન આ ફિલ્મને તમામ લોકો પરિવાર સાથે નિહાળે તે માટે  નિર્માતાઓએ પરિવારને એકસાથે થિયેટરોમાં લાવવા માટે મોટુ પગલું ભર્યું છે. હવે ફિલ્મનું નિર્માણ કરનારાએ ફિલ્મની ટિકિટનો દર ઘટાડીને 150 રૂપિયા કરી દીધો છે. જેને લઈને ગ્રૂપમાં ફિલ્મ જોવા જતા લોકો ઓછા ભાવે આદિપુરુષ" જોઈ શકશે. નોંધનિય છે કે વિરોધ વચ્ચે પણ લોકો આ ફિલ્મને ખૂબ આવકારી રહ્યા છે પરિણામે 'આદિપુરુષ'એ માત્ર પાંચ દિવસમાં 395 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.  

ઉરી ચશ્મા માટે વધારાના ચાર્જનો ડામ યથાવત

હવે ફિલ્મના ડાયલોગ્સમાં પણ બદલાવ કરી નાખવામાં આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નિર્માતાઓએ આગામી બે દિવસ એટલે કે 22 અને 23 જૂને ફિલ્મની ભાવ ધટાડો લાગુ કર્યો છે. તેમાં પણ  તમે 3Dમાં ફિલ્મ જોઈ રહ્યા છો તો તમારે થિયેટરમાં ઉરી ચશ્મા માટે વધારાના ચાર્જનો ડામ યથાવત રાખ્યો છે. ફિલ્મનું નિર્દેશન કરનાર ઓમ રાઉત દ્વારા 'આદિપુરુષ' બનાવવામાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રથમ બે દિવસ કમાણી પણ સારી કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ