બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / The stock market will be closed on Monday due to the prestige of the Ram temple
Last Updated: 10:02 PM, 19 January 2024
ADVERTISEMENT
શેર બજારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામા ભગાવન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ દિવસે દેશના શેરબજારો બંધ રહેશે.
લોકોની મૂંઝવણ દૂર કરતા આ મામલે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ચોખવટ કરાઈ છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ શેરબજાર બંધ રહેશે. આ મામલે NSE દ્વારા પરિપત્ર જાહેર કરીને સત્તાવાર વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ADVERTISEMENT
આ દિવસે કોઈ ટ્રેડિંગ થશે નહીં
એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો અભિષેક થવાનો છે. ત્યારે આ દિવસે કોઈ ટ્રેડિંગ થશે નહીં. નોંધનિય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ દિવસે અડધા દિવસની સરકારી રજા આપાઈ છે.
9 વાગ્યાને બદલે 2:30 વાગ્યે ખુલશે
અગાઉ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા મની માર્કેટ અડધા દિવસ માટે ખુલ્લું રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. જે અનુસાર સોમવારે બપોરે 2.30 વાગ્યા સુધી કરન્સી માર્કેટ બંધ રહેશે. તે દિવસે, તેઓ સવારે 9 વાગ્યાને બદલે 2:30 વાગ્યે ખુલશે અને 3:30 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે.સોમવારે બજાર બંધ હોય તો શનિવારે શેરબજારમાં સંપૂર્ણ ટ્રેડિંગ થશે? કે કેમ?
ADVERTISEMENT
શેરબજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે. આવતીકાલે શનિવારે 20 જાન્યુઆરીના રોજ શેરબજાર ખુલ્લુ રહેશે, જેથી તમે કાલે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકો છો. આ જાણકારી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરફથી આપવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જે ડિઝાસ્ટર રિકવરી સાઈટ ઈંટ્રાડે સ્વિચઓવર માટે આ ખાસ સેશન રાખ્યો છે.
શનિવારે સ્ટોક માર્કેટ ખુલ્લુ શા માટે રહેશે?
શેરબજાર હિસ્ટ્રીમાં પહેલીવાર સ્ટોકમાર્કેટ શનિવારે ખુલ્લુ રહેશે. નવા વર્ષે આ ટ્રેડિંગ સેશનની મદદથી સ્ટોક એક્સચેન્જ રિકવરી સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે. કોઈપણ પ્રોબ્લેમ વગર ટ્રેડિંગ થઈ શકે તે માટે અને રોકાણકારોમાં સ્થિરતા જાળવી રાખવા આ ટ્રાયલ કરવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો:સોના બજારમાં ભારે ઉથલ પાથલ, 5 ઈફેક્ટ આવતા 1500 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ
શેરબજાર ક્યારે ખુલશે?
NSE સર્ક્યુલર અનુસાર શનિવારે 2 સ્પેશિયલ સેશન કરવામાં આવશે. પહેલો લાઈવ સેશન સવારે 09:15 વાગ્યે શરૂ થશે અને 10 વાગ્યે પૂરો થઈ જશે. પ્રથમ ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ થશે. બીજો સેશન સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને 12:30 વાગ્યે પૂરો થઈ જશે. ક્લોઝિંગ સેશન 12:40 વાગ્યાથી 12:50 વાગ્યા સુધી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.