બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

VTV / વિશ્વ / The plane full of Indian passengers stopped in France on suspicion of human trafficking got permission to takeoff after 3 days

પેરિસ / 300 ભારતીયો સાથે ફસાયેલી ફ્લાઇટનું શું થયું? ફ્રાન્સે કરી હતી ડિટેઈન, હવે આવ્યા મોટા સમાચાર

Megha

Last Updated: 09:43 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'માનવ તસ્કરી'ની આશંકાથી પેરિસ નજીકના એરપોર્ટ પર ત્રણ દિવસ માટે રોકવામાં આવેલ ભારતીય મુસાફરોથી ભરેલ ફ્લાઈટને ટેકઓફની મંજૂરી આપવામાં આવી હતી.

  • ભારતીય મુસાફરોથી ભરેલ ફ્લાઈટને ટેકઓફની મંજૂરી આપવામાં આવી
  • માનવ તસ્કરીની શંકાના આધારે એટપોર્ટ પર રોકી હતી ફ્લાઇટ 
  • 303 મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું વિમાન 

ફ્રાન્સમાં પેરિસ નજીકના એરપોર્ટ પર ત્રણ દિવસ માટે રોકવામાં આવેલ ભારતીય મુસાફરોથી ભરેલ ફ્લાઈટને ટેકઓફની મંજૂરી આપવામાં આવી છે. આ વિમાનને ફ્રેન્ચ અધિકારીઓએ માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ નજીક રોક્યું હતું. લાંબી પૂછપરછ પછી, એક ફ્રેન્ચ કોર્ટે રવિવારે કહ્યું કે વિમાન હવે ટેકઓફ કરી શકે છે. ફ્રેન્ચ તરફથી કહેવામાં આવ્યું છે કે મુસાફરોને ભારત મોકલવામાં આવશે. જો કે, ભારતીય સત્તાવાળાઓ તરફથી હજુ સુધી આની પુષ્ટિ કરતું કોઈ નિવેદન આવ્યું નથી. 

આ વિમાન 303 મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું, તેમાં સવાર મોટાભાગના મુસાફરો ભારતીય મૂળના છે. લિજેન્ડ એરલાઇન્સનું એરબસ A340 એરક્રાફ્ટ શુક્રવારે રિફ્યુઅલિંગ માટે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ફ્રેન્ચ એજન્સીને વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી. જે બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું.

બે દિવસ સુધી પૂછપરછ ચાલી.
વિમાનને રોક્યા પછી, ફ્રેન્ચ સત્તાવાળાઓએ વેટ્રી એરપોર્ટના એક મોટા હોલમાં તમામ મુસાફરોની અટકાયત કરી હતી. પોલીસ અને અન્ય અધિકારીઓએ ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યોની લાંબી પૂછપરછ કરી હતી. તમામ ક્રૂ મેમ્બરોની પૂછપરછ કર્યા બાદ તેમને રવિવારે ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લેન બંધ હોવાની માહિતી મળ્યા બાદ એરલાઈન્સના વકીલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કંપનીના વકીલે માનવ તસ્કરીમાં કોઈપણ સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિની જાણકારી લીધી હતી. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેનો સ્ટાફ એરપોર્ટ પર હાજર રહ્યો.

દુબઈથી આવતા વિમાનને ફ્રેન્ચ પોલીસે કેમ રોક્યું?
ફ્રાન્સે તપાસ માટે શુક્રવારે નિકારાગુઆ જતી ચાર્ટર ફ્લાઈટ અટકાવી દીધી હતી. આ ફ્લાઇટે સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. ફ્રાંસનું જે એરપોર્ટ પર આ ઘટના બની છે તે પેરિસથી 150 કિલોમીટર દૂર છે. સૂત્રોનું માનીએ તો વિમાનમાં સવાર 10 મુસાફરોએ અધિકારીઓ પાસે આશ્રય માંગ્યો હતો. જે બાદ ફ્રેન્ચ અધિકારીઓને માનવ તસ્કરીની શંકા હતી. ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું છે કે પ્લેનના મુસાફરોમાં 11 સગીર એવા છે જેમની સાથે કોઈ નથી. ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેમને માનવ તસ્કરી સંબંધિત કોઈ પુરાવા મળ્યા છે કે નહીં.  જો કે એવું કહેવાય રહ્યું છે કે યુનિટે બે લોકોની અટકાયત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ