બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / The news of the murder of a live-in partner in Mumbai's Mira Road area has shocked everyone

Oh My God / વધુ એક દિલ હચમચાવી નાખે તેવી ઘટના, લિવ ઈનમાં પાર્ટનરની હત્યા બાદ કરી નાખ્યા ટુકડા અને કૂકરમાં શેકી નાખ્યા, આરોપીએ કહ્યું - 'મને કોઈ પસ્તાવો નથી'

Pravin Joshi

Last Updated: 05:21 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક મહિલાની હત્યાના આરોપીએ પોલીસ સામે અનેક કબૂલાત કરી છે. તેણે મહિલા સાથે શારીરિક સંબંધ ન હોવાનો પણ દાવો કર્યો છે. આરોપી મનોજે કહ્યું- 'મને કોઈ પસ્તાવો નથી'

  • મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની
  • લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેના ટુકડા કરી નાખ્યા
  • હત્યાનો આરોપી મનોજ સાને હાલ પોલીસ કસ્ટડીમાં છે 

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં લિવ-ઈન પાર્ટનરની હત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. 56 વર્ષીય વ્યક્તિએ પહેલા તેના 32 વર્ષીય લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી અને તેના મૃતદેહની એવી રીતે ઠેકાણે લગાવ્યો કે જાણીને કોઈ પણ કંપી જાય. મૃતદેહને નાના-નાના ટુકડા કરી કૂકરમાં ઉકાળવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે આ વ્યક્તિને કોઈ અફસોસ નથી. આ વાત ખુદ આરોપીએ સ્વીકારી છે. એક ખાનગી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર પાર્ટનરની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરવાના આરોપીએ પોલીસને જણાવ્યું કે તે એચઆઈવી પોઝીટીવ છે અને તેના કારણે બંને વચ્ચે તણાવ હતો. આરોપીએ એમ પણ કહ્યું કે તેને કોઈ પસ્તાવો નથી.

શારીરિક સંબંધો નથી બનાવ્યા

હત્યાનો આરોપી મનોજ સાને પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આરોપી પોલીસને સતત નવી-નવી વાતો જણાવી રહ્યો છે. મળતી માહિતી મુજબ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે બંને વચ્ચે કેવા સંબંધો છે, તો તેણે કહ્યું કે તે મહિલાને પ્રેમ કરે છે, તેની સાથે અટેચ છે, લગ્ન કરવા માંગે છે પરંતુ મેં તેની સાથે શારીરિક સંબંધો નથી બનાવ્યા.

સાળી સાથે લગ્ન કરવા દોસ્ત પાસે કરાવી પત્નીની હત્યા, મર્ડર બાદ આરોપીએ લાશ  સાથે કર્યું સેક્સ, કિસ્સો વાંચીને ધ્રૂજી જશો I wife got murdered by friend  to marry ...
આરોપીએ HIV હોવાની કબૂલાત કરી હતી

લિવ-ઈન પાર્ટનર હોવા છતાં શારીરિક સંબંધો કેમ ન બાંધ્યા તે અંગે પોલીસે તેને પૂછપરછ કરી તો તેણે કહ્યું કે તેને અસાધ્ય બીમારી છે. આ રીતે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તે HIP પોઝિટિવ છે. તેણે જણાવ્યું કે બીમારીને કારણે તણાવ હતો.સાથે જ પોલીસનું કહેવું છે કે આરોપી પોતાના બચાવ માટે પણ આ વાતો કહી શકે છે. પોલીસે કહ્યું છે કે જ્યાં સુધી મેડિકલ રિપોર્ટ દ્વારા આની પુષ્ટિ ન થાય ત્યાં સુધી આરોપીની વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. પોલીસની શંકાનું કારણ પણ છે, કારણ કે આરોપીએ ઘણી બધી વાતો કહી છે. મહિલાએ આત્મહત્યા કરી હોવાનું પણ આરોપીએ જણાવ્યું હતું. પોલીસ તેને આરોપી બનાવી શકે છે તેવા ડરથી તેણે લાશના ટુકડા કરી નાખ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ