બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / The names of the new office bearers of many district panchayats of Gujarat have been announced

સ્વરાજ કોનું? / PHOTOS: ગુજરાતની અનેક જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર, જુઓ ક્યાં કોની થઈ વરણી

Dinesh

Last Updated: 06:01 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની વરણી કરાઈ; જેમાં પ્રમુખ તરીકે પ્રવીણા રંગાણીની વરણી કરાઈ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુ ડાંગરની નિયુક્તિ થઈ છે

  • જિલ્લા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી કરાઈ
  • રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ પ્રવીણા રંગાણી
  • પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હેતલ ઠાકોરની વરણી


અમદાવાદ અને વડોદરા સહિત સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં નવા મેયરો અને નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કર્યા બાદ જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખ સહિતના પદો પર નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની વરણીને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે, અનેક જિલ્લાઓમાં આરોપ પ્રતિઆરોપ વચ્ચે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ક્યાંક તોડ-જોડની પણ રાજનીતિ જોવા મળી હતી. જાણીએ ક્યાં કોની વરણી થઈ

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહીડાની વરણી
વડોદરા જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ગાયત્રીબા મહીડાની વરણી થઈ છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે અશ્વિન પટેલની નિયુક્તિ કરાઈ છે.

તાપીમાં પ્રમુખની આવતીકાલે વરણી થશે
તાપી જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી આવતીકાલે કરવામાં આવશે. ભાજપ દ્વારા પ્રમુખ માટે જાલમસિંહ વસાવાના નામનું મેન્ડેટ આપવામાં આવ્યા છે. 

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ છે. જેમ કે, પ્રમુખ તરીકે રૈયાબેન મૈયાણીઅને ઉપપ્રમુખ તરીકે વિક્રમ ડાભીની નિયુક્તિ કરાઈ છે

રાજકોટમાં નવા સુકાનીઓની વરણી
રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની વરણી કરાઈ છે. જેમાં પ્રમુખ તરીકે પ્રવીણા રંગાણીની વરણી કરાઈ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુ ડાંગરની નિયુક્તિ થઈ છે. કારોબારી ચેરમેન તરીકે પી.જી.કિયાડાની વરણી થઈ છે.

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોર
પાટણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે હેતલ ઠાકોરની વરણી થઈ છે. અઢી વર્ષની ટર્મ માટે ફરી ભાજપના મહિલા પ્રમુખની વરણી કરાઈ છે. પાટણ જિલ્લા પંચાયતમાં કુલ 32 સભ્યોનું સંખ્યાબળ છે. જેમાં ભાજપ પાસે 21 અને કોંગ્રેસ પાસે 11 સભ્યો છે. 

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર છે. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન પટેલ અને ઉપ્રમુખ તરીકે તારાબા ઝાલાની પસંદગી થઈ છે. 

ગીર સોમનાથમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મંજૂબેન મુછાળની પસંદગી થઈ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજવીરસિંહ ઝાલાની બિનહરીફ વરણી થઈ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ