બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / The Meteorological Department made a big prediction regarding the heat in the state

હવામાન / અમદાવાદીઓ લૂ અને ગરમીથી સાચવજો: આ બે તારીખો માટે યેલો ઍલર્ટ જાહેર, વરસાદની પણ આગાહી

Dinesh

Last Updated: 04:11 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update News: બે દિવસ બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થશે, હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ પણ જાહેર કરાયો છે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયો.

  • રાજ્યમાં ગરમીમાં થશે વધારો
  • 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે
  • અમદાવાદમાં 17,18 એપ્રિલે યલો એલર્ટ


રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યાતાઓ જણાવી છે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. તેમજ હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ પણ જાહેર કરાયો છે.

ઉત્તર તરફથી પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો
તમને જણાવી દઈએ કે, 41થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે જો કે, ગઈકાલે અમદાવાદ અને અમરેલીનું તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતુ જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રી અને સુરતમાં 39.8 ડિગ્રી,નલિયામાં 35 ડિગ્રી, ઓખામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તેમજ અન્ય સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન રહ્યું છે. 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉત્તર તરફથી પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.  

19 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા
અત્રે ઉલ્લેખનીય કે, વરસાદને લઈ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 19 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ગરમી બાદ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ