બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The Meteorological Department has predicted that a system will become active in the state from tomorrow
Vishal Khamar
Last Updated: 04:08 PM, 8 August 2023
ADVERTISEMENT
રાજ્યમાં ત્રીજા રાઉન્ડનાં અંતે સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. થોડા સમયનાં વિરામ બાદ આવતીકાલથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 13 ઓગસ્ટ સુધી રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. તેમજ જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાશે.
રાજ્યમાં સિઝનનો ક્યાં ઝોનમાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં સિઝનનો કુલ 79.33 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે.
ADVERTISEMENT
રાજ્યનાં 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ
જળસંગ્રહની સ્થિતિમાં રાજ્યમાં 207 જળાશયોમાં અત્યાર સુધી 72.06 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિનાં 75.19 ટકા જેટલો સંગ્રહ થયો છે. 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો હોય તેવા 65 જળાશય, 90 થી 100 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય, 80 થી 90 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય જ્યારે 70 થી 80 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 9 જળાશય છે.
રાજ્યનાં 5 ઝોનમાં આવેલ જળાશયોની સ્થિતિ
રાજ્યનાં 5 ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.19 ટકા જળસંગ્રહ, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 48.9 ટકા જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 72.3 ટકા જળસંગ્રહ, કચ્છનાં 20 જળાશયમાં 66.23 ટકા જળસંગ્રહ તેમજ સૌરાષ્ટ્રનાં 141 જળાશયમાં 83.70 ટકા જળસંગ્રહ થવા પામ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.