બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / The Meteorological Department has predicted rain for the next 24 hours

ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ફરી ધડબડાટી બોલાવે તેવી આગાહી: જાણો સૌરાષ્ટ્ર અને અમદાવાદ કેવા રહેશે હાલ

Dinesh

Last Updated: 03:19 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે

  • રાજ્યમાં વરસાદની આગાહી 
  • આગામી 24 કલાકમાં પડશે વરસાદ 
  • અનેક સ્થળોએ વરસાદની આગાહી


ગુજરાતમાં વરસાદ વધુ એકવાર ધબધબાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સુરત,ડાંગ,તાપી અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી  
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચનાં આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થવાની પણ શક્યતા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસ્યો છે. 

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે, ગુજરાત દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હવે વરસાદ સાથે પવનનું જોર વધશે. કચ્છના ભાગોમાં 40થી 45 કિમી ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 30 કિમી ઝડપે પવન ફૂંકાશે. સાથે જ અમદાવાદમાં પણ 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. 

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આજે પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ