બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has predicted light to moderate rain in scattered areas of Gujarat today

વરસતો રહે / છત્રી-રેઇનકોટ મૂકી ના દેતા.... હવે મેઘરાજા નહીં ખમે, જામનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓને વરસાદ ધમરોળશે

Malay

Last Updated: 08:05 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department forecast: હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતમાં ભારે વરસાદ નહીં પડે.

  • આજે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા
  • રાજ્યમાં આજે ભારે વરસાદની શક્યતા નહીંવત 
  • છુટાછવાયા વિસ્તારમાં વરસી શકે છે હળવો વરસાદ 

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે અને આ નવી સિસ્ટમના કારણે ગુજરાતને પાછું મેઘરાજા ધમરોળશે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં આજે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, રાજ્યમાં છુટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.

આજે આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 

ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી, આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો  તમારા શહેરમાં પડશે કે નહીં | weather department forecast for rain in Gujarat

ગુજરાતમાં 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા 
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે,  12 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ 15 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. તેમજ ગુજરાતમાં 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે અને 18 થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓરીસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18થી 20 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે. 

નર્મદા નદીનું વધશે જળસ્તરઃ અંબાલાલ પટેલ
આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધરાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધશે. 

Ambalal Alert: Monsoon's first deep depression likely, third round of rain likely to wreak havoc, sweat forecast


અત્યાર સુધીમાં 43.77 ટકા વરસાદ
ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. ગુજરાતમાં ઠેર-ઠેર સારો એવો વરસાદ પડતાં સિંચાઈ માટેનું પાણી કહો કે પશુઓ માટેનો ઘાસચારો ગણો, પરંતુ આ તમામ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા પાણીની સારી એવી આવક થઈ છે એટલે લોકોને પીવાના પાણીની અગાઉની જેમ તકલીફ નહીં પડે તેવું લગી રહ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ