બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / The length of the fingers will tell whether it is a corona or not. Learn how the study of scientists from 3 countries

બીમારીનું ટેસ્ટિંગ / મહત્વની શોધ ! આંગળીઓની લંબાઈ પરથી ખબર પડી જશે કોરોના છે કે નહીં? આવી રીતે જોઈને પકડો બીમારી

Hiralal

Last Updated: 07:45 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટન, પોલેન્ડ અને સ્વીડનના વૈજ્ઞાનિકોએ એક એવો સ્ટડી કર્યો છે કે જેમાં આંગળીઓની લંબાઈ પરથી કોરોના છે કે નહીં તે જાણી શકાય છે.

  • બ્રિટન, પોલેન્ડ અને સ્વીડનના વૈજ્ઞાનિકોનો સહિયારો સ્ટડી
  • આંગળીઓની લંબાઈ પરથી જાણી શકાય છે કોરોના છે કે  નહીં 
  • જે લોકોની અનામિકા આંગળી નાની હોય તેમને કોરોનાનો ગંભીર ખતરો 
  • નખ અને આંગળીઓ જોઈને ખબર પડી જાય કોરોના છે કે નહીં 

બે વર્ષથી વધુ સમય બાદ પણ કોરોનાનું જોખમ ઘટ્યું નથી. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ કોરોના વાયરસના ઘણા નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. સાથે જ આ વાયરસ સાથે જોડાયેલી ઘણી નવી જાણકારીઓ અને તેના ખતરાને સમજવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગી ગયા છે. કોરોનાને લગતી માહિતીમાં હજુ પણ કોરોનાનું કારણ યોગ્ય રીતે જાણી શકાયું નથી. આ ઉપરાંત તેના લક્ષણો અંગે પણ આ બીમારીની અનેક નવી થિયરીઓ બહાર આવી રહી છે.

નખ અને આંગળીઓ જોઈને ખબર પડી જાય કોરોના છે કે નહીં 
વાયરસની પ્રકૃતિને સમજવાના પ્રયાસમાં વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક અભ્યાસ કર્યો છે, જેમાં સામે આવ્યું છે કે, કોઈ વ્યક્તિના નખ જોઈને પણ ખબર પડી જાય છે કે વ્યક્તિને કોરોના થવાનો ખતરો કેટલો છે. આ અભ્યાસ પરથી એ વાત સામે આવી કે માત્ર નખ જ નહીં પરંતુ વ્યક્તિની આંગળીઓની સાઈઝ જોઈને પણ જાણી શકાય છે કે તેને કોરોનાનો કેટલો ખતરો છે.

જે લોકોની અનામિકા આંગળી નાની હોય તેમને કોરોનાનો ગંભીર ખતરો 
સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે જે લોકોની તર્જની આંગળીની તુલનામાં અનામિકા નાની હોય છે તેમને કોરોનાનો ગંભીર ખતરો રહેતો હોય છે. 

જમણા અને ડાબા હાથની આંગળી વચ્ચે ફર્ક ધરાવતા લોકોમાં પણ કોરોનાનો ખતરો 
અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે નાની અનામિકા આંગળી વાળા લોકોમાં કોરોના બીમારી અને તેના લક્ષણોને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની વધારે સંભાવના રહે છે. ગંભીર કોવિડ રોગ અને તેના લક્ષણોને કારણે નાની રિંગ ફિંગરવાળા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના વધારે છે. આ ઉપરાંત અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકોને જમણા અને ડાબા હાથની આંગળીઓમાં મોટો તફાવત હોય છે તેઓમાં પણ આ વાઇરસના ગંભીર લક્ષણો જોવા મળે છે.

કોણે કર્યો આવો મહત્વનો અભ્યાસ 
યુકેની સ્વાનસી યુનિવર્સિટી, પોલેન્ડની મેડિકલ યુનિવર્સિટી ઓફ લોડ્ઝ અને સ્વીડનની કેરોલિન્સ્કા યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોની ટીમે કોવિડ -19 થી ચેપ લાગ્યો હોય ત્યારે વ્યક્તિના હોર્મોન સ્તર (મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન) ની તેમની રિકવરી સ્થિતિ પર શું અસર પડે છે તે સમજવા માટે આ અભ્યાસ હાથ ધર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ