બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / The Indian team legend became the 'ICC Men's Player of the Month', beating these two cricketers

સિદ્ધિ / ભારતીય ટીમના આ દિગ્ગજ ખેલાડી બન્યા 'ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ', આ બે ક્રિકેટરોને પછાડી સરતાજ પોતાને નામ કર્યો

Megha

Last Updated: 03:27 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલીને T20 ક્રિકેટમાં તેના પર્ફોમન્સ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

  • કિંગ કોહલી વધુ એક કમાલ કરી બતાવ્યો
  • કોહલી બન્યા 'પ્લેયર ઓફ ધ મંથ'
  • કોહલીનું વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન 

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલના દિવસોમાં T20 વર્લ્ડ કપ 2022માં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. કોહલીના આ કમબેકથી લોકો પણ ઘણા ખુશ છે આ બધા વચ્ચે કોહલી વધુ એક કમાલ કરી બતાવ્યો છે. જણાવી દઈએ કે કોહલીને T20 ક્રિકેટમાં તેના પર્ફોમન્સ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

કોહલી બન્યા 'પ્લેયર ઓફ ધ મંથ'
જણાવી દઈએ કે વિરાટ કોહલીની સાથે ઝિમ્બાબ્વે ટીમના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર પણ મેન્સ કેટેગરીમાં આ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. અને આ બધાને માત આપીને કોહલીએ આ એવોર્ડ જીતી લીધો છે. જણાવી દઈએ કે કોહલીને પહેલી વખત આ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ ગયા મહિનામાં એટલે કે ઓક્ટોબરમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે મળ્યો છે. 

કોહલીનું વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન 
34 વર્ષના વિરાટ કોહલી છેલ્લા 3 વર્ષથી ખતબ ફૉર્મમાં ચાલી રહ્યા છે પણ છેલ્લા ત્રણ મહિનાથી એમને પોતાનો લય પાછો મળ્યો છે. જણાવી દઈએ કે આ સિઝનમાં કોહલીએ અત્યાર સુધીના સૌથી વધુ 246 રન બનાવ્યા છે. આ રન બનાવતા સમયે એમને 3 અડધી સદી ફટકારી છે અને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અણનમ 82, નેધરલેન્ડ સામે 62 અણનમ અને બાંગ્લાદેશ સામે 64 અણનમ રન બનાવીને અર્ધસદી ફટકારી છે.

આ ટી-20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી 
મેચ - 5 
રન - 246 
ફિફ્ટી - 3 
સરેરાશ - 123 

પાકિસ્તાનની નિદાને ફિમેળ કેટેગરીમાં મળ્યો એવોર્ડ 
ICC એ સોમવારેપુરૂષો અને મહિલાઓ કેટેગરીમાં ઓક્ટોબર માટેના પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યા હતા. એમાં કોહલીએ મેન્સ કેટેગરીમાં અને પાકિસ્તાનની નિદા ડારે ફિમેલ કેટેગરીમાં આ એવોર્ડ મેળવ્યો છે. જણાવી દઈએ કે કોહલીએ ઓક્ટોબર મહિનામાં 4 T20 મેચ રમી હતી અને આ દરમિયાન તેમણે બે અર્ધસદી ફટકારી હતી. 

આ પહેલા પણ કોહલી જીતી ચૂક્યા છે આ એવોર્ડ 
જણાવી દઈએ કે વિરાટ કોહલીનો આ પહેલો ICC એવોર્ડ નથી. કિંગ કોહલી આ પહેલા પણ તે ICC ક્રિકેટર ઓફ ધ યર, ક્રિકેટર ઓફ ધ ડીકેડ, ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ, ODI પ્લેયર ઓફ ધ યર, ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જેવા અઢળક એવોર્ડ જીતી ચૂક્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ