બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

VTV / ગુજરાત / રાજકોટ / The gross negligence of the construction department of Rajkot Municipal Corporation came to light

કામગીરી / કામની આટલી ઉતાવળ.! પાર્ક કરેલી બસ હટાવ્યા વગર આજુબાજુ નાખ્યા બ્લોક, રાજકોટ મનપાની લાલિયાવાડી

Dinesh

Last Updated: 05:14 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દશરથસિંહ વાળાએ જણાવ્યું કે, અહીં પેવર નાખવાના છે પણ નોનયુઝ બસ હટાવવાની છે, આમાં કોન્ટ્રાકટરની ભૂલ નથી.

  • રાજકોટ મનપાના બાંધકામ વિભાગની લાલિયા વાડી 
  • વોર્ડ 2માં બ્લોક પાથરવામાં કોન્ટ્રાકટરે કર્યું બુદ્ધિ પ્રદર્શન
  • પાર્ક કરેલી બસ હટાવ્યા વગર આજુબાજુ નાખ્યા બ્લોક 


રાજકોટ મનપાના બાંધકામ વિભાગની લાલિયા વાડી સામે આવી છે, વોર્ડ નંબર 2માં બ્લોક પાથરવામાં કોન્ટ્રાકટરે તેની બુદ્ધિનું જોરદાર પ્રદર્શન કર્યું છે.  જ્યાં બ્લોક પાથરવાની કામગીરી ચાલતી હતી તે જગ્યા બસ પાર્ક કરેલી હતી, જેથી કરીને તેણે બસને હટાવી બ્લોકની કામગીરી કરવાના બદલે બસની આજુ બાજુ બ્લોકની કામગીરી કરી હતી પરંતુ બસની જગ્યા બ્લોક ફિટ કર્યા ન હતાં.

બસની આજુ બાજુ બ્લોકની કામગીરી !
પાર્ક કરેલી બસ હટાવ્યા વગર આજુબાજુ બ્લોક ફિટ કરી દેવાતા વોર્ડ નંબર 2માં સમગ્ર મામલો ગરમાયો હતો. નોન યુઝ બસ હટાવી બ્લોક પાથરવાને બદલે તેટલું કામ બાકી છોડી દીધી હતું.  જે મામલે વીટીવીએ વોર્ડના અગ્રણી નેતા અને બસના માલિક દશરથસિંહ વાળાને સવાલ કરતા તેમણે સત્તાપક્ષના બચાવમાં ગોળ ગોળ જવાબ આપ્યા હતાં.

દશરથસિંહ વાળાનું નિવેદન
દશરથસિંહ વાળાએ જણાવ્યું કે, અહીં પેવર નાખવાના છે પણ નોનયુઝ બસ હટાવવાની છે તેમણે કહ્યું આમાં કોન્ટ્રાકટરની ભૂલ નથી. તેમણે કહ્યું કે, આ બસ મારી છે અને આ હટાવવા માટે RTOમાંથી મંજૂરી લેવાની હોય છે તે માટે મેં અરજી પણ કરી દીધી છે તે આવી જશે બાદમાં બસ હટાવી દેવામાં આવશે અને ત્યારબાદ બ્લોકની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. 

દશરથસિંહ વાળા

કામગીરી પર સવાલો ઉઠ્યા
જો કે, સમગ્ર મામલે બાંધકામ ઈજનેર સહિત કર્મીઓએ આવું કેમ કર્યું તેને લઈ પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. બસ હટાવીને આ કામ કરવાને બદલે બસની જગ્યા છોડી પેવર કેમ નાખ્યા? જેવા વિવિધ સવાલો ઉઠી રહ્યાં છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ