બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VTV વિશેષ / The government has taken up the 'cleaning' campaign for cooperatives, the leaders are upset! Will there be a crackdown on recruits?

મહામંથન / સહકારી સંસ્થાઓને લઇ સરકારે ઉપાડ્યું 'સફાઈ' અભિયાન, નેતાઓમાં ફફડાટ! શું ભરતીઓ અંગે ચીઠ્ઠા ખુલશે?

Vishal Khamar

Last Updated: 11:09 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી સગાવાદ, માનીતાઓને નોકરી પર રાખી ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપો બાદ સરકાર એક્શમ મોડમાં આવી જવા પામી છે. રાજ્યના સહકાર ખાતાએ સંલગ્ન સંસ્થાઓ પાસેથી વિગત મંગાવવામાં આવી છે. ત્યારે સરકાર કરે તપાસ, ખુલ્લા પડશે ભ્રષ્ટ નેતાઓ? તે આગામી સમયમાં જ ખબર પડશે.

દેશમાં હરિત અને શ્વેતક્રાંતિ સરકારે સહકારી ક્ષેત્રમાં જોયેલી દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે એમ કહેવામાં ખોટું નથી. જો કે સમય જતા એવું બન્યું કે સહકારી ક્ષેત્રમાં સરકારનો સીધો કે આડકતરો પગપેસારો વધતો ગયો અને સરવાળે સહકારી ક્ષેત્ર કલૂષિત થતું ગયું. સમયાંતરે એવી સેંકડો ઘટનાઓ બની જેમાં કોઈપણ સહકારી ક્ષેત્રમાં ભરતીમાં વ્યાપક ગેરરીતિ થઈ હોય. સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, સગાવ્હાલાઓને ગોઠવી દેવાના અનેક કારસા ઘડાયા. મોટા કૌભાંડો સામે આવ્યા, તપાસ થઈ, કેસ થયા પણ આ દૂષણ ડામી શકાય એવું હજુ સુધી બન્યું નથી. હવે સહકારી ક્ષેત્રમાં પણ સરકાર સાચી દિશામાં સફાઈ અભિયાન કરવા ધારે છે. 

  • સહકારી સંસ્થાઓમાં ગેરરીતિના આક્ષેપો સામે સરકાર એકશનમાં
  • રાજ્યના સહકાર ખાતાએ સંલગ્ન સંસ્થાઓ પાસેથી વિગત માંગી
  • છેલ્લા 20 વર્ષમાં કરેલી ભરતીની વિગત માંગવામાં આવી

એવી સ્થિતિ ઉભી થઈ છે. સરકારે 250 જેટલી APMC અને 250 જેટલી સહકારી બેંકો પાસે છેલ્લા 20 વર્ષમાં થયેલી ભરતીની વિગત મંગાવી છે. સરકારના આ પાછળના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા સિવાય પણ ઘણા તર્ક છે અને તબક્કાવાર એ તમામની અમલવારી પણ થશે. જો કે મારે, તમારે સૌએ એ દિશામાં વિચાર કરવો જ પડે કે ક્ષેત્ર ભલે સહકારી છે પણ ઓછામા ઓછું નોકરી તો એવા જ ઉમેદવારને મળવી જોઈએ જે તેને લાયક હોય, નહીં કે એ કોઈ ડેરી, બેંક કે APMCના હોદ્દેદાર કે ડિરેકટરનો સગો હોય. સરકાર જે રીતે એકશન લેવા ધારે છે તે જોતા મળતીયાઓની મલાઈ ખાવાની આદત ફરજિયાત છૂટી જશે એવું અત્યારે તો લાગે છે પણ આવા સફાઈ અભિયાનની જરૂર કેમ પડી. 

  • વિધાનસભામાં પણ સહકારી સંસ્થાઓમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો
  • યોગ્ય કર્મચારીની ભરતી નહીં થતી હોવાની વ્યાપક રજૂઆત
  • બેંક, APMC, ડેરીમાં ભ્રષ્ટાચારના અનેક દાખલા

સહકારી સંસ્થાઓમાં ગેરરીતિના આક્ષેપો સામે સરકાર એકશનમાં આવી છે.  રાજ્યના સહકાર ખાતાએ સંલગ્ન સંસ્થાઓ પાસેથી વિગત માંગી છે.  છેલ્લા 20 વર્ષમાં કરેલી ભરતીની વિગત માંગવામાં આવી છે.  સહકારી સંસ્થાઓમાં ગેરરીતિની અનેક ફરિયાદ ઉઠી છે.  વિધાનસભામાં પણ સહકારી સંસ્થાઓમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. યોગ્ય કર્મચારીની ભરતી નહીં થતી હોવાની વ્યાપક રજૂઆત કરી હતી.  બેંક, APMC, ડેરીમાં ભ્રષ્ટાચારના અનેક દાખલા છે. 
 

સરકારે કોની પાસે વિગત માંગી?

  • 250થી વધુ સહકારી બેંક અને APMC
  • છેલ્લા 20 વર્ષમાં થયેલી ભરતીની વિગત આપવા આદેશ

ગેરરીતિઓનો લાંબો સિલસિલો

  • જામનગર જિલ્લા સહકારી બેંકમાં ભરતી સામે ફરિયાદ
  • 102 જેટલા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતીનો આરોપ
  • કલોલ નાગરિક સહકારી બેંકમાં ભ્રષ્ટાચારની ફરિયાદ
  • રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ
  • બરોડા ડેરીમાં 2015માં ભરતીમાં સગાવાદ આચરાયો હોવાનો આરોપ
  • ગુજકોમાસોલમાં 140 લોકોની ભરતી નિયમ વિરુદ્ધ થયાનો આરોપ
  • મહેસાણા જિલ્લા સહકારી બેંકમાં 111 કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ
  • પંચમહાલની ડેરોલ APMCમાં ભરતી કૌભાંડનો આરોપ
  • અમદાવાદ APMCમાં બોગસ ભરતીનો આરોપ
  • 2019માં સાણંદ APMCમાં ખોટી રીતે પ્રમોશન અપાયાનો આરોપ
  • બોટાદ APMCમાં 14 કર્મચારીઓ હોદ્દેદારોના સગા હોવાનો આરોપ
  • ભાવનગરની સર્વોત્તમ ડેરીમાં સગાઓને નોકરી આપવાનું 137 કરોડનું કૌભાંડ
  • સાબરડેરીમાં ડિરેક્ટરોએ રૂપિયા લઈને ભરતી કર્યાનો આરોપ

 સહકારી ક્ષેત્ર વધુ સ્વચ્છ કઈ રીતે બને?
ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી જરૂરી છે.  ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવું. તેમજ  ભરતી માટે સત્તાવાર જાહેરાત આપવામાં આવે તે જરૂરી છે.  ભરતી માટેની યોગ્યતા વિશે સ્પષ્ટતા હોય.  મૌખિક ઈન્ટરવ્યૂમાં મેરીટમાં આવેલા ઉમેદવારોને જ બોલાવવામાં આવે છે.  ભરતી પરીક્ષામાં સગાના રેફરન્સ ઉપર પ્રતિબંધ હોવો જરૂરી છે. 

  • ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી
  • ભરતી માટે જોબ કેલેન્ડર તૈયાર કરવું
  • ભરતી માટે સત્તાવાર જાહેરાત આપવામાં આવે

વિધાનસભામાં સરકારે શું કહ્યું હતું?
થોડા સમય પહેલા વિધાનસભામાં સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો છે.  વિપક્ષના આરોપ સામે નાણામંત્રી કનુ દેસાઈએ જવાબ આપ્યો હતો. સહકારી બેંકો ભરતી અંગે જાતે નિર્ણય લઈ શકતી હોવાનો જવાબ. સરકારે દર વર્ષે ઓડિટ કરાતું હોવાનો દાવો કર્યો હતો. રિઝર્વ બેંકને સહકારી બેંકના હોદ્દેદારોને દૂર કરી શકવાની સત્તા છે.  સહકારી બેંકમાં રિઝર્વ બેંક વહીવટદારની નિમણૂંક કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ