બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / The government has admitted that 257 murders have taken place in Ahmedabad in the last 2 years

સત્તાવાર આંકડા / ક્રાઈમ સેન્ટર બન્યું અમદાવાદ : 850 દુષ્કર્મ, 257 હત્યાઓ, મહિલા અત્યાચારનો આંકડો તો ચોંકાવનારો, સરકારે જુઓ શું કરી કાર્યવાહી

Kishor

Last Updated: 07:51 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 257 હત્યાઓ થઇ હોવાનો સરકારએ સ્વિકાર કર્યો છે. વધુમાં મહિલા સુરક્ષા, છેતરપિંડી સહિતના મુદ્દાઓ ગાજયા હતા.

  • વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદમાં ગુનાઓ અંગે ચોંકાવનારો ખુલાસો 
  • અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 257 હત્યાઓ થઇ હોવાનો સરકારનો સ્વીકાર
  • મહિલા સુરક્ષા, છેતરપિંડી સહિતના મુદ્દાઓ ગાજયા

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ આજે ડિજિટલ વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું હતું.  બાદમાં વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન અમદાવાદમાં ગુનાઓ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સત્તાવાર રિતે જાહેર થયેલ વિગત અનુસાર અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 257 હત્યાઓ થઇ હોવાનો સરકારએ સ્વિકાર કર્યો છે. બીજી બાજુ અમદાવાદમાં 2 વર્ષમાં બળાત્કારના 723, અમદાવાદ ગ્રામ્યમાં 152 કેસ  અમદાવાદ શહેરમાં છેડતીના 456 અને ગ્રામ્ય વિસ્તારમાં 75 કેસ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.

છેલ્લા 2 વર્ષમાં 1690 ગુનેગારો પકડાયા

 તેજ રીતે મહિલાઓ પર અત્યાચારને લઇ અમદાવાદ શહેરમાં 2,109 ગુનાઓ પોલીસ ચોપડે ચડયા છે.  આ ઉપરાંત અમદાવાદમાં તમામ ગુનાઓ હેઠળ 2 વર્ષમાં 14 હજારથી વધુ ગુનેગારો ઝડપાયા હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 1690 ગુનેગારો પકડાયા હોવાનું બહાર આવ્યું છે.

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી સૌથી ઝડપી ચાર્જશીટ દાખલ

બીજી બાજુ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં બરવાળા લઠ્ઠાકાંડ મામલે ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન કરતા લઠ્ઠાકાંડ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ લઠ્ઠાકાંડ કેસમાં ગુજરાતમાં કોઈ સહાય અપાઈ નથી. તેઓએ કહ્યું કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી સૌથી ઝડપી ચાર્જશીટ દાખલ થઈ છે.

આણંદ કલેક્ટર કાંડનો મુદ્દો ઉઠ્યો
તે જ રીતે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન આણંદ કલેક્ટર કાંડનો મુદ્દો ઉઠ્યો પણ ચગ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કલેક્ટર કાંડનો પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે કાયમી કલેક્ટર ક્યારે મુકવામાં આવશે જેના જવાબમાં બને તેટલા વહેલા કલેક્ટરની નિમણૂંક કરવામાં આવશે. તેવું ઋષિકેશ પટેલે કહ્યું હતું.

મહિલા સુરક્ષા સમિતિના ગઠન મુદ્દે નારાજગી
મહિલા સુરક્ષા સમિતિના ગઠન મુદ્દે ધારાસભ્ય તુષાર ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી છે.તુષાર ચૌધરી કહ્યું કે ગુજરાતમાં દર વર્ષે 550 બળત્કારના કેસો નોંધાય છે. તેના જવાબમાં હર્ષ સંઘવીએ મહિલા સુરક્ષા સમિતિ માટે તાજેતરમાં જ બેઠક મળી હતી. તેમાં તેણે કહ્યું હતું કે મહિલા સુરક્ષા સમિતિના ગઠન બાદ સભ્યને જાણ કરીશ. છેલ્લા 2 વર્ષમાં બળાત્કાર કેસમાં 11  આરોપીઓને ફાંસી મળી હોવાનું કહ્યું હતું. જ્યારે 68 આરોપીઓને આજીવન કેદની સજા મળી હોવાનું પણ કહ્યું હતું. તો ભરૂચ જિલ્લામાં નર્મદાની અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈનની કામગીરી નબળી ગુણવત્તાની હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો હતો. સરકારને કામ હલકી અને નબળી ગુણવત્તાવાળા થતા હોવાની 5 ફરિયાદો મળી હોવાનું જણાવ્યું હતું. 


વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના સવાલ પર સરકાર નો જવાબ
તે જ રીતે વિધાનસભા ગૃહમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીનો મુદ્દો પણ ચર્ચાયો હતો. વડગામના MLA જીગ્નેશ મેવાણીના સવાલ પર સરકારે જવાબ આપ્યો હતો. અમદાવાદ શહેરમાં 17 બિલ્ડરો સામે ગ્રાહકોએ છેતરપિંડીની ફરિયાદ કરી 53 ગ્રાહકો પાસેથી રૂપિયા 15 કરોડ 56 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. છેતરપિંડી અંગે 39 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવયા છે અને 39માંથી 24 આરોપીઓ પકડાયા તથા 15 આરોપીઓ પોલીસ પકડથી દુર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સરદારના ગુજરાતમાં જુગારને મંજૂરી ન હોવાનું કહ્યું હતું
તો GST સુધારા વિધેયક પર ધારાસભ્ય સી.જે. ચાવડાએ સરકાર પર ચાબખા માર્યા હતા. તમારે ધનાનંદના શાસન તરફ જવું છે કે ચંદ્રગુપ્તના શાસન તરફ? તેવો સી.જે. ચાવડાએ અણિયારો સવાલ કર્યો હતો. ધનાનંદે પોતાના શાસનમાં લૂંટ ચલાવી હતી. તેમ કહી ગાંધી, સરદારના ગુજરાતમાં જુગારને મંજૂરી ન હોવાનું કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ