બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / The first semi final match of World Cup 2023 will be played tomorrow

IND vs NZ Semifinal / શું ભારત-ન્યુઝીલેન્ડની સેમી ફાઈનલમાં વરસાદી વિધ્ન નડશે? હવામાન વિભાગે જણાવ્યો મૌસમનો મિજાજ

Kishor

Last Updated: 09:03 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલનો જંગ આવતીકાલે ટીમ ઇન્ડીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જેને લઈને વાતાવરણ કેવું રહેશે જાણો આ અહેવાલમાં!

  • વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલનો જંગ આવતીકાલે
  • સેમિફાઇનલના જંગ દરમિયાન વરસાદ નહી બને વેરી
  • રોહિત શર્માના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ

ક્રિકેટ રસીકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે તે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલનો જંગ આવતીકાલે ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશવા માટે 15 નવેમ્બર ના રોજ સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને ધૂળ ચાટતું કરવું ફરજિયાત છે. આ મેચ રોહિત શર્માના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેને લઈને ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરે તેવો આશાવાદ જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારતે 9માંથી તમામ 9 મેચ જીતી છે. હવે સેમીફાઈનલ જીતી તેવી ચાહકો સોનેરી આશા સેવી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાના એવાં 5 ખેલાડી કે જેમનું આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ ખતમ! એક સમયે  હતો દબદબો | including ajinkya rahane ishant sharma 5 players of Team India  whose international career is ...

મેચમાં વરસાદ ત્રાટકે તેવા કોઈ સંજોગો જોવા મળતા નથી
બીજી બાજુ મેચને લઈને વાતાવરણની સ્થિતિ પણ સામે આવી છે. જેમાં Accuweather ના રિપોર્ટ અનુસાર આવતીકાલે બુધવારે મુંબઈમાં તડકો રહેશે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આમ મેચમાં વરસાદ ત્રાટકે તેવા કોઈ સંજોગો જોવા મળતા નથી. મેચ દરમિયાન વરસાદની માત્ર સંભાવના 1 ટકા છે. આવી સ્થિતિમાં ચાહકોને સમગ્ર 100 ઓવરનો રોમાંચ જોવા મળશે.બીજી વાત એ પણ છે કે જો વરસાદ પડે તો પણ એક દિવસ રિઝર્વ ડે રખાયો હોવાથી ક્રિકેટ રસિકોને કોઈ ચિંતા નથી.

IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ જીત મેળવતા જ સેમિફાઈનલનો રસ્તો સાફ, જાણો ટીમ  ઈન્ડિયાની જીત પાછળના શું છે કારણો/ ind vs nz india won by 4 wickets against  new zealand ...

ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું
ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં 18 રનથી હારી ગઈ હતી. હવે આ જ ટીમ 4 વર્ષ બાદ ફરી ભારતનો સામનો કરી રહી છે. જેથી ટીમ પાસે ન્યૂઝીલેન્ડથી બદલો લેવાનો અવસર છે. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર વર્ષ 2019ની સેમીફાઈનલમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. પરંતુ આ વર્ષે ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અગાઉ પણ ન્યુઝીલેન્ડ સામે ટકરાઈ ચૂકી છે. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું.

સેમિફાઇનલ માટે બંને ટીમોની સંભવિત XI:

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ: રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને ટિમ સાઉથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ