બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / The first case of Zika virus reported in this state of the country, a 5-year-old girl tested positive for convulsions

સાચવીને રહેજો / દેશના આ રાજ્યમાં નોંધાયો ઝીકા વાયરસનો પ્રથમ કેસ, 5 વર્ષની બાળકી પોઝિટિવ આવતા હડકંપ

Priyakant

Last Updated: 12:56 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રીએ કહ્યું, કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે, ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે

  • દેશમાં કોરોના બાદ હવે ઝિકા વાયરસે સરકારની ચિંતા વધારી 
  • પુણે બાદ કર્ણાટકમાં ઝીકા વાયરસનો એક કેસ સામે આવ્યો 
  • રાયચુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં વાયરસની પુષ્ટિ થઈ 

દેશમાં કોરોના વાયરસના કેસ લગભગ ખતમ થઈ રહ્યા છે, ત્યારે હવે ઝિકા વાયરસે સરકારની ચિંતા વધારી દીધી છે. વાસ્તવમાં પુણે બાદ હવે કર્ણાટકમાં ઝીકા વાયરસનો એક કેસ સામે આવ્યો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે જણાવ્યું હતું કે, રાયચુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં વાયરસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં ઝિકા વાયરસનો આ પ્રથમ કેસ છે. જોકે મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે.

કર્ણાટકના આરોગ્ય મંત્રી કે.સુધાકરે કહ્યું, 'પુણેની લેબમાંથી અમને મળેલા રિપોર્ટમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સેમ્પલ અહીંથી 5 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો હતો. આ સાથે વધુ 2 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. અન્ય બેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે કહ્યું, 'જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પાંચ વર્ષની બાળકી છે. હાલમાં આરોગ્ય વિભાગ બાળકી પર નજર રાખી રહ્યું છે. 

આપને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસના કેસ જોવા મળ્યા હતા. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર સાવચેતી રાખી રહી છે અને રાયચુર અને પડોશી જિલ્લાઓમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ હોસ્પિટલમાં શંકાસ્પદ ચેપના કેસ જોવા મળે તો ઝિકા વાયરસના ટેસ્ટ માટે સેમ્પલ મોકલવા પણ કહેવામાં આવ્યું છે. હાલમાં જે છોકરીમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધી આ વાયરસનો માત્ર એક કેસ છે. તે મળતાની સાથે જ સાવચેતી રાખવામાં આવી રહી છે.

શું છે ઝિકા વાયરસ?

ઝિકા વાયરસ એ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ રોગ એડીસ મચ્છરના કરડવાથી જ ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે જ વધુ સક્રિય હોય છે. આ વાઈરસથી થતો ઈન્ફેક્શન ખતરનાક છે અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ