બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / The entry of the most influential Mercury and Jupiter conjunction into the Revati Nakshatra most of the natives of this zodiac sign

બુધ-ગુરુ ગોચર / સૌથી પ્રભાવશાળી બુધ અને ગુરુની યુતિનો રેવતી નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિના જાતકોની બલ્લે બલ્લે

Manisha Jogi

Last Updated: 04:47 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ અને ગુરુ જ્યારે પણ એક સાથે આવે છે, ત્યારે આ યુતિ શુભ યોગનું નિર્માણ કરે છે. આ યોગના કારણે કઈ કઈ રાશિઓ પર શુભ અસર થશે.

  • બુધ અને ગુરુ 16 માર્ચથી એક સાથે બિરાજમાન.
  • 25 માર્ચના રોજ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. 
  • બુધ અને ગુરુની યુતિ ખૂબ જ અસરકારક હોય છે.

બુધ અને ગુરુની યુતિ ખૂબ જ અસરકારક હોય છે, જેના કારણે શુભ યોગનું નિર્માણ થાય છે. આ યોગ કુંભ રાશિ માટે ખૂબ જ ફળદાયી હોય છે. બુધ અને ગુરુ 16 માર્ચથી એક સાથે બિરાજમાન છે, પરંતુ 25 માર્ચના રોજ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. બુધ અને ગુરુ એકબીજાના શત્રુ નથી. જ્યારે પણ આ બે ગ્રહ એક સાથે આવે છે, ત્યારે આ યુતિ શુભ યોગનું નિર્માણ કરે છે. બુધ બુદ્ધિ અને વાણીનું પ્રદર્શન કરે છે, તો ગુરુ ગ્રહ જ્ઞાનનું પ્રતિનિધિત્ત્વ કરે છે. બુધ અને ગુરુની યુતિ કુંભના દ્વિતીય ભાવ એટલે કે, ધનભાવમાં થશે. બુદ્ધ અને ગુરુની રેવતી નક્ષત્રમાં યુતિ થઈ રહી છે. આ યોગના કારણે કઈ કઈ રાશિઓ પર શુભ અસર થશે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે બુધ અને ગુરુ અગિયારમાં ભાવમાં યુતિ કરવા જઈ રહ્યા છે, જેનાથી ભાગ્યનો ભરપૂર સાથ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિના કારણે લાભ થવાની સંભાવના છે. નાણાંકીય લાભ થવાના અનેક અવસર પ્રાપ્ત થશે. આર્થિક લાભ થઈ શકે છે, જેની સાથે રચનાત્મક કાર્યો માટે પણ આ યુતિ ખૂબ જ ઉત્તમ રહેશે. સમાજમાં માન અને સન્માનમાં વધારો થઈ શકે છે, નવા લોકો સાથે સંપર્ક વધશે. પારિવારિક દ્રષ્ટિકોણથી તમારા મોટા ભાઈ અને બહેનનું સમર્થન પ્રાપ્ત થશે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે બુધ અને ગુરુની આ યુતિ ઉત્તમ સાબિત થવાની સંભાવના છે. હાલમાં તમને કાર્યક્ષેત્રે અનેક તક પ્રાપ્ત થશે તથા તરક્કી પણ મળશે. સંપત્તિ ખરીદવાનો યોગ બની રહ્યો છે. ઓફિસમાં માન અને સન્માન મળશે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. સિનિયર તમારા કામની પ્રશંસા કરશે.

વૃશ્વિક

બુધ અને ગુરુની યુતિના કારણે વૃશ્વિક રાશિના જાતકો રચનાત્મક કાર્યોમાં રૂચિ દર્શાવશે. હાલમાં નાણાંકીય લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે. આવકમાં વધારો થશે, આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત થશે. કરિયરમાં તરક્કી થશે. સહકર્મીઓ અને સંબંધીઓનો ભરપૂર સાથ મળશે. પરિવાર પણ સાથ આપશે. રોકાણની દ્રષ્ટિએ હાલનો સમય ખૂબ જ સારો રહેશે.

ધન

બુધ અને ગુરુની યુતિના કારણે ધન રાશિના જાતકોને ભાગ્ય સાથ આપશે. નવી સંપત્તિ ખરીદવા માટે હાલનો સમય ખૂબ જ શુભ રહેશે. નોકરી બદલવા માટેની તક મળી શકે છે, જેના કારણે તમને લાભ થશે. તમને કોઈ નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે, જેના કારણે તમારા કરિઅર ગ્રોથમાં વૃદ્ધિ થશે.

કુંભ

તમારા શબ્દોના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. તર્કની સાથે સાથે તમે તમારા શબ્દોથી પણ અન્ય લોકોની સામે તમારી વાત યોગ્ય પ્રકારે રજૂ કરી શકો છો. જેના કારણે તમને આર્થિક લાભ થશે. બિઝનેસ કરતા લોકોને ખૂબ જ ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે આ યુતિ શુભ સાબિત થશે.

મીન

આ રાશિના જાતકોને યુતિના કારણે ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે. મહેનતના કારણે કરિયરમાં સફળતા પણ મળી શકે છે. હાલમાં તમે તમારા પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકો છો. નાણાકીય લાભ થઈ શકે છે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ