બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Politics / The Congress leader said - PM Modi is the owner of the moon which has been named?

રાજનીતિ / ચંદ્રયાન 3 ઉતર્યું તે જગ્યાનું નામ શિવશક્તિ: કોંગ્રેસ નેતાએ કહ્યું- PM મોદી કંઈ ચંદ્રના માલિક છે જે નામ રાખી દીધું?

Priyakant

Last Updated: 04:36 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Shiva Shakti News: BJP નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જો યુપીએ સરકાર હોત તો તેઓ ચંદ્ર પર ઈન્દિરા પોઈન્ટ અને રાજીવ પોઈન્ટના નામની જાહેરાત કરી દેત

  • ચંદ્રયાન 3 ઉતર્યું તે જગ્યાનું નામ શિવશક્તિ
  • શિવશક્તિ નામને લઈ કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર 
  • મોદીએ કેવી રીતે લેન્ડિંગ પોઈન્ટનું નામ 'શિવ શક્તિ' રાખ્યું ? 
  • PM મોદી ચંદ્રના માલિક નથી: કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર જે જગ્યાએ ચંદ્ર પર ઉતર્યું છે તેને 'શિવ શક્તિ' નામ આપવામાં આવશે. PM મોદીની આ જાહેરાત બાદ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે મોદીએ કેવી રીતે લેન્ડિંગ પોઈન્ટનું નામ 'શિવ શક્તિ' રાખ્યું, તેઓ ચંદ્રના માલિક નથી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, PM મોદીના આ નામકરણ પછી દુનિયા આપણા પર હસશે. આ મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, જો યુપીએ સરકાર હોત તો તેઓ ચંદ્ર પર ઈન્દિરા પોઈન્ટ અને રાજીવ પોઈન્ટના નામની જાહેરાત કરી દેત.

પીએમ મોદીએ નામ કેવી રીતે રાખ્યું?
એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, આ હાસ્યાસ્પદ છે. વડાપ્રધાન મોદીને ચંદ્ર પર કોઈ સ્થાનનું નામ આપવાનો અધિકાર કોણે આપ્યો? અમને ગર્વ છે કે ભારતે ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યું. પરંતુ PM મોદીએ લેન્ડિંગ પોઈન્ટનું નામ 'શિવશક્તિ' કેવી રીતે રાખ્યું, તેઓ ચંદ્રના માલિક નથી.

આ દરમિયાન જ્યારે અલ્વીને પૂછવામાં આવ્યું કે 2008માં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન ચંદ્રયાન-1ની તપાસ ચંદ્ર પર છોડવામાં આવી હતી, તો કોંગ્રેસ સરકારે દેશના પ્રથમ પીએમ અને જવાહરલાલ નેહરુના નામ પરથી આ સ્થળનું નામ શા માટે રાખ્યું?  આના જવાબમાં અલ્વીએ સ્પષ્ટતા કરી કે, નેહરુજીએ વિક્રમ સારાભાઈ સાથે મળીને ઈસરોની સ્થાપના કરી હતી. નેહરુની તુલના અન્ય કોઈ નામ સાથે ન થઈ શકે. અલ્વીએ PM મોદી પર આ મામલે રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ભારત વિરુદ્ધ પરિવારવાદનો મામલો 
આ તરફ અલ્વીના નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરીને તેણે લખ્યું કે આ ભારત Vs ફેમિલી ફર્સ્ટનો મામલો છે. ચંદ્રયાન-1 જવાહર પોઈન્ટ, ચંદ્રયાન-2 તિરંગા અને ચંદ્રયાન-3 શિવ શક્તિ પોઈન્ટ. અને લેન્ડરનું નામ પણ વિક્રમ સારાભાઈના નામ પર હતું. જો યુપીએ સરકાર હોત તો તેણે ચંદ્રયાન-2 અને 3 જરા પણ મોકલ્યા ન હોત, જો મોકલ્યા હોત તો પણ તેમના નામ ઈન્દિરા પોઈન્ટ અને રાજીવ પોઈન્ટ હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ