બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / The chief minister ordered to dispose of all the pending files in the revenue department

કામગીરી / CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મહેસુલ વિભાગ હરકતમાં, 10 હજારથી વધુ પેન્ડિંગ ફાઈલનો નિકાલ

Vishal Khamar

Last Updated: 06:36 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં મહેસુલ વિભાગમાં છેલ્લા એક મહિનાંથી પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરવાનો મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવતા મહેસુલ વિભાગ દ્વારા 10 હજારથી વધુ પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરાયો હતો.

  • CMના આદેશ બાદ મહેસુલ વિભાગ હરકતમાં
  • 10 હજારથી વધુ પેન્ડિંગ ફાઈલનો નિકાલ
  • ઘણા સમયથી પેન્ડિંગ હતી અનેક ફાઈલ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેલુસ વિભાગમાં રહેલ પેન્ડિંગ ફાઈલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 1 મહિનામાં 10 હજારથી વધુ પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરાયો છે. જીલ્લા કલેક્ટર કક્ષાએ ઘણા સમયથી અનેક ફાઈલો પેન્ડિંગ હતી.  જેમાં જમીન હેતુફેર, નવી શરત-જૂની શરત, પ્રીમીયમ ભરવાનાં કેસની પેન્ડિંગ ફાઈલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ કરાયો છે. જીલ્લા કક્ષાએ ફાઈલોનો નિયત સમયમાં નિકાલ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો.
થોડા સમય અગાઉ પણ મહેસુલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હતો
થોડા સમય અગાઉ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી હવેથી ઓનલાઈન જ કરી શકાશે. આ નિર્ણય ના કારણે હવે વહીવટી પ્રક્રિયાને સરળ અને ઝડપથી નોંધ થઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે વિસ્તૃત વિગતો સાથે એક પરીપત્ર જાહેર કર્યો છે.જેને લઈને હવે અરજદારોને હવે મહત્વની ગણાતી આ અરજી માટે કચેરીના ધક્કા ખાવા બંધ થશે અને ઘેરબેઠા જ આ અરજી કરી શકાશે.
હક્કદાખલ ફેરફારની પ્રક્રિયા
હક્કપત્રકને ફેરફાર રજીસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે મિલ્કત / જમીનમાં જે ફેરફાર થાય છે. ત્યારે આ પ્રક્રિયા અનુસરવાણી થતી હોય છે. જેમાં વેચાણ, તબદીલી, બક્ષીસ ગિરો વિગેરે પ્રસંગોએ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે તે રીતે જ્યારે ખાતેદાર / મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે પણ જે કાનુની જોગવાઈ કરાઈ છે તે પ્રમાણે ત્રણ મહિનાની અંદર ખાતેદારના મૃત્યુની જાણ મરણના દાખલા સાથે સબંધિત તલાટી / ઈ-ધરા મામલતદાર કચેરી કે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવી ફરજિયાત હોય છે. જો ત્રણ માસમાં આવી જાણ કરવામાં ન આવે તો દંડ પણ થતો હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ