બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / The case of triple riding of tabrias on bikes in Valsad

કરતૂત! / બાળકોને સાધન આપતા પહેલા વિચારજો! બાઈક પર ટાબરીયાઓની ત્રિપલ સવારી મામલે વલસાડમાં ફરિયાદ થઈ દાખલ, મામાનો કાંડ

Vishal Khamar

Last Updated: 03:55 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં બાઈક પર ટાબરીયાઓની ત્રિપલ સવારીનો મામલો સામે આવ્યો છે. જેમાં વાહન માલીક દ્વારા ઈ-મેમોથી બચવા માટે બાઈક પર નકલી નંબર પ્લેટ લગાવી હતી. આ મામલે વલસાડ સિટી પોલીસે બાળકોનાં મામાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • વલસાડમાં બાઈક પર ટાબરીયાઓની ત્રિપલ સવારીનો મામલો
  • બાળકોના મામા સરફરાઝ ગફાર વિરુદ્ધ ફરિયાદ
  • વીડિયોને લઇ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

વલસાડમાં ત્રણ ટાબરીયાઓ દ્વારા એકટીવા ચલાવવાના મામલે પોલીસે સઘન તપાસ કરતા એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ ટાબરીયાઓ જે એકટીવા લઈને શહેરમાં ફરતા હતા. તે એક્ટિવાના નંબર પ્લેટ નકલી હતા પોલીસ તપાસમાં ખુલ્યું છે. કે આ ટાબરીયાઓના મામાએ તેમને આ એકટીવા ચલાવવા આપ્યું હતું .જો કે તેમને ચિંતા ન હતી કે નંબર પ્લેટ નકલી હોવાથી પોલીસ તેમની સુધી નહીં પહોંચી શકે. 

ત્રણ ટાબરીયા ઓનો એક્ટીવા મોપેડ ઉપર ચલાવતા વિડીયો વાયરલ થયો હતો 
પરંતુ વલસાડ સીટી પોલીસની સઘન તપાસમાં નકલી નંબર પ્લેટ નો ભાંડો ફૂટી ગયો છે.ઈ મેમો થી બચવા સારૂ એકટીવા મોપેડનો નંબર પ્લેટ ડુબલીકેટ લગાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ શહેરમાં થોડા દિવસ અગાઉ ત્રણ ટાબરીયા ઓનો એક્ટીવા મોપેડ ઉપર ચલાવતા વિડીયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે તપાસ કરતા મોપેડનો નંબર પ્લેટ નકલી હોવાનો ખુલાસો થયો છે. એકટીવા મોપેડ નંબર જીજે 15 એ જે 6500 લઈને ત્રણ ટાબરીયાઓ બજારમાં ફરતા હતા.

વધુ વાંચોઃ 'હું કંટાળી ગયો છું, આ 10 લોકો તેના જવાબદાર..' લાઈવ કરી દવા ગટગટાવી ગયો સુરતનો યુવક, લેણદારોને 50 લાખ ચૂકવ્યા

વીડિયોને લઇ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ બાબતે તપાસ કરતા મોપેડના માલિક વલસાડના ખાટકી વાડ રાણા  સમાજની વાડીના બાજુમાં રહેતા સરફરાજ અબ્દુલ ગફારની હોવાનું બહાર આવ્યું હતું. એમનો મોપેડ નો ઓરીજનલ નંબર જીજે 15 એ એલ 210 હતો. ઈ મેમો થી બચવા સારૂ નકલી નંબર પ્લેટ  જીજે 15 એજે 6500 લગાવ્યો હતો.  સરફરાજનો ભાણેજ વલસાડ બજારમાં એમના ત્રણ મિત્રો સાથે ખરીદી કરવા આવ્યો હતો. જે વિડીયો વાયરલ થયો હતો. જેથી પોલીસે હાલમાં સરફરાજ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ