બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 'I am fed up, these 10 people are responsible for it..' Surat youth choked on drugs, paid 50 lakhs to creditors

વ્યાજખોરોનો ત્રાસ / 'હું કંટાળી ગયો છું, આ 10 લોકો તેના જવાબદાર..' લાઈવ કરી દવા ગટગટાવી ગયો સુરતનો યુવક, લેણદારોને 50 લાખ ચૂકવ્યા

Vishal Khamar

Last Updated: 02:46 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં કોસંબામાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વેપારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કરતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • સુરતના કોસંબામાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યો વધુ એક વેપારી યુવક
  • પીડિત અમીન મૂલતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • સમગ્ર મામલે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતનાં કોસંબામાં મોબાઈલની દુકાનદારે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પીડીત અમીન મૂલતાનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે યુવકે સુસાઈડ નોટમાં 10 જેટલા વ્યાજખોરોનાં નામ લખ્યા છે. યુવકે નાસીર શેખ, શાફીન પઠાણ, સીદ્દીક શેખ સહિતના વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પોલીસમાં અનેક અરજી છતા કાર્યવાહી ન થવાનો વેપારીઓ આક્ષેપ છે. 5 વર્ષમાં 50 લાખ જેટલી રમક લેણદારોને ચૂકવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો આ સમગ્ર મામલે કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચોઃ અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા યુવકનું મોત, કેવી રીતે બની જીવલેણ ઘટના? સચેત રહેવા જેવું

પૈસા ચૂકવ્યા હોવા છતાં અવાર નવાર પૈસાની માંગણી કરે છે
આ સમગ્ર બાબતે વીડિયોમાં યુવક અમીન મુલતાનીએ જણાવ્યું હતું કે,  હું ઘણા સમયથી કોસંબા મુકામે રહુ છું અને મોબાઈલની દુકાન ચલાવું છું.  થોડા સમય પહેલા મને પૈસાની જરૂર હોઈ મેં બે-ત્રણ વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેની ઉપરની રકમનાં પૈસા મેં આપ્યા છે.  તેમ છતા પણ આજની તારીખમાં તેઓ મારી પાસે  અવાર નવાર પૈસાની માંગણી કરે છે. મેં એ લોકો પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા. ત્યારે હાલમાં તેઓ મારા ત્રણ ત્રણ લાખ રૂપિયાનાં ચેક બાઉન્સ કરે છે. અને ત્રણ લાખ રૂપિયા માંગે છે તો હવે હું કેવી રીતે આપું. પૈસા આપી આપીને થાકી ગયો છું. 

વ્યાજખોરોએ યુવકને આપેલ ધમકીઓ

કાલે સાફીર અક્તર પઠાણે મારી સાસરીમાં ફોન કરીને મારા વિશે ઉધું સીધું કીધું છે. અમારા પૈસા લઈ લીધા છે. તેમ કહી મારૂ ઘર તોડાવવાનો પ્રયત્ન કર્યો. 

નાસીર રહીમ શેખ પણ થોડા સમય પહેલા મને રસ્તામાં રોકીને કહ્યું હતું કે, તે જે અમારા પર એફઆઈઆર કરી છે. તે પરત લઈ લે. નહી તો તારા હાથ ટાંટીયા તોડી તને ગાયબ કરી  દઈશું. 

બાબા અશરફ શેખ એવું કહે છે કે તું મરી જઈશને તો તારી કબર પર આવીને પણ પૈસા લઈ જઈશું. 

સાફીન અખ્તર પઠાણ પણ અવાર નવાર ચાલુ ગાડીએ મને અપશબ્દો બોલીને જાય છે. 

આ બાબતે મેં ઘણી વખત કોસંબા પોલીસ મથકે અરજી કરી પણ મને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. આ લોકો અવાર નવાર મારી દુકાને આવીને ધમાલ કરે છે.  આ તમામ લોકો મારા મોતનાં જવાબદાર હશે. તેમજ આ લોકોનાં ત્રાસથી હું જીવન ટૂંકાવુ છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ