બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The death of a young man who was going to take a selfie on the Ahmedabad riverfront, how did the fatal incident happen? Like being observant

સાવચેતી / અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા યુવકનું મોત, કેવી રીતે બની જીવલેણ ઘટના? સચેત રહેવા જેવું

Vishal Khamar

Last Updated: 01:09 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા નદીમાં પડવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રિવરફ્રન્ટ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • રીવરફ્રન્ટ વોક  વે માં સેલ્ફી લેવા જતા યુવકનું મોત
  • યશ કંસારા નામનાં યુવકનું થયું મોત
  • રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની આદત જીવલેણ બની.. એક યુવકનું ફોટો પડાવતા વખતે પગ લપસતા નદીમાં ડૂબીને થયું મોત. પત્નીની આંખો સામે યુવક નદીમાં ડૂબ્યો.. રિવરફ્રન્ટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી.. શું ફોટો પડાવવાનો ક્રેઝ મોત નું કારણ છે કે અન્ય કોઈ ઘટના છે.. આ મુદ્દે શરૂ કરાઇ તપાસ..

 

યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું

રિવરફ્રન્ટનું આકર્ષક કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે. ઘટના એવી છે કે ઘોડાસરમાં રહેતો યશ કંસારા નામનો યુવક પોતાની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા. ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસે પગ લપસતા યશ કંસારા નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચોઃ છોટાઉદેપુરમાં ઓચિંતી પીકઅપ વાનમાંથી કૂદી પડી બે વિદ્યાર્થિની, બન્યું કંપાવનારું, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ

યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યો હતો

ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યા હતા. યશ તેની પત્ની સાથે પહેલા પાલડી ખાતે ગયા હતા. ત્યાં નાસ્તો કરીને ફરતા ફરતા રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. વોકવેના ભાગે રેલિંગ પાસે યશ ફોટો પાડતા હતો ત્યારે તેનો પગ લપસી જતા નદીમાં પડી ગયા હતા. પત્નીએ બુમાબુમ કરતા રેસ્ક્યુ બોટ અને ફાયર બ્રિગેડની ટીમે યશને નદીમાંથી બહાર કાઢ્યો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.. મહત્વનું છે કે યશ પોતાની પત્ની પાસે છેલ્લો ફોટો પડાવવાનું કહ્યું અને તે રેલિંગ પર બેઠો હતો. પત્ની ફોટો પાડે તે પહેલાં તેની આંખોની સામે તે નદીમાં પડી ગયો હતો. જ્યારે યશનો મોબાઈલ તેની પત્નીના હાથમાં રહી ગયો હતો. ફોટો અને સેલ્ફીના ક્રેઝમાં આવી અનેક ઘટનાઓ બની છે..જેથી પોલીસે લોકોને આવું જોખમ નહિ લેવાની અપીલ કરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ