બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The accused was caught cheating by hacking the website of Ahmedabad's travel agency

હેકિંગ / Youtube વીડિયો જોઈ યુવક બન્યો હેકર્સ, એક કે દોઢ રૂપિયો જમાં કરી બાકીના ટ્રિકથી કરતો ચાઉ, અમદાવાદ ટ્રાવેલ કંપનીનો માલિક લાખોમાં છેતરાયો

Dinesh

Last Updated: 11:45 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad crime news : ટિકિટ બુક કર્યા બાદ હેકર્સ કંપનીના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયો જમા કરતો હતો અને બાકીના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો

  • લાખોનો ચૂનો લગાડનાર આરોપીને  ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
  • આરોપીએ ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરતો હતો
  • બસ બુકિંગ કરી રૂપિયા 7 લાખ 35 હજારની છેતરપિંડી આચરી


અમદાવાદની ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરી એજન્સીના માલિકને લાખોનો ચૂનો લગાડનાર આરોપી યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી યુટ્યુબના વીડિયો જોઈને હેકર્સ બન્યો હતો. આરોપીએ ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ હેક કરીને ઓનલાઈન એર ટિકિટ, હોટલ બુકીંગ, બસ બુકિંગ કરી રૂપિયા 7 લાખ 35 હજારની છેતરપિંડી આચરી હતી.

નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો
ટિકિટ બુક કર્યા બાદ હેકર્સ કંપનીના ખાતામાં માત્ર એકથી દોઢ રૂપિયો જમા કરતો હતો અને બાકીના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખુલ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 21 વર્ષીય આરોપી અમર નાયકને હરિયાણાથી ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમે આરોપીએ ઉપયોગમાં લીધેલા જુદા જુદા ડિવાઇસ પણ જપ્ત કર્યા છે.

માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો
પકડાયેલ આરોપી અમર નાયક માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે, પોતાના મોજ શોખ પૂરા કરવા માટે ઠગાઈનો ધધો શરૂ કર્યો હતો. જે માટે આરોપી યુટ્યૂબ પર વેબસાઈટ હેક કરવાના વીડિઓ જોઈને હેકર્સ બન્યો હતો. છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોની વેબસાઈટ હેક કરીને લાખો રૂપિયાની છેતરપીંડી કરતો હતો. આ આરોપી જે કંપનીની વેબસાઈટ નબળી હોય તેને ટ્રાગેટ કરીને હેક કરતો હતો. આ હેકર્સ વેબસાઈટ હેક કરીને તેમાં બગ્સ ફિક્સ કરી બાદમાં વેબસાઈટને બ્રિફ કરતો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ