બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Temperatures in 17 cities of the state dipped below 20 degrees, the lowest in Nalia

કોલ્ડવેવ / ગુજરાતમાં માવઠા સાથે ઠંડીનો ભારે ચમકારો: રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, સૌથી નીચું નલિયામાં

Priyakant

Last Updated: 09:15 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Winter Update Latest News: કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, નલિયામાં 15.4ડિગ્રી પહોંચ્યું તાપમાન

  • અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી, વડોદરામાં 18
  • સુરતમાં 19.8 ડિગ્રી, નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી
  • પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી

Gujarat Winter Update : ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આંકડાઓ મુજબ રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. આજે વહેલી સવારથી અનેક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ બાદ ઠંડીમાં વધારો થતાં લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા. 

ક્યાં કેટલું નોંધાયું તાપમાન ? 
આંકડાઓ મુજબ વરસાદ બાદ અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન તો નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં આજે અનેક જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઈકાલે અને પરમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલ કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ તરફ આજે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

આજે આ વિસ્તારોમાં આગાહી  
ગુજરાતમાં આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી છે તો બોટાદ, કચ્છમાં પણ માવઠું પડી શકે છે. 

24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ 
રાજ્યમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કાલકા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતો મુજબ રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો જ્યારે કુંકરમુંડામાં પોણા 2 ઈંચ, નવસારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ