બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Telangana MLA Oath Ceremony T Raja Singh Opposes Akbaruddin Owaisi As Protem Speaker

વિવાદ / તેલંગાણા સરકારે ઓવૈસીને બનાવ્યા પ્રોટેમ સ્પીકર તો BJP નેતા થયા લાલચોળ, કહ્યું આ રાજા સિંહ જીવે છે ત્યાં સુધી...

Published By: Parth

Last Updated: 11:07 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં હજુ નવી સરકાર બની જ છે અને અત્યારથી જ સત્તા અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ધારાસભ્યોના શપથગ્રહણ પહેલા જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ઊભો થયો છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહે તો શપથ લેવાનો જ ઈનકાર કરી દીધો છે.

  • તેલંગાણામાં કોંગ્રેસ સરકારનું ગઠન
  • ભાજપ હવે આક્રમક મોડમાં 
  • ટી રાજા સિંહે શપથગ્રહણ બૉયકોટ કરવાની આપી ધમકી 

તેલંગાણાની નવી કોંગ્રેસ સરકારે AIMIM ના નેતા અકબરૂદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુસ્સેથી લાલચોળ થઈ ગયા અને શપથ ગ્રહણનો બૉયકોટ કરવાનું એલાન કર્યું છે. 

શું છે સમગ્ર વિવાદ
તેલંગાણાની વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર શપથ અપાવશે. જે બાદ ટી રાજા સિંહે કહ્યું કે કોંગ્રેસ હવે ખૂલીને સામે આવી ગઈ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને નવા મુખ્યમંત્રી રેડ્ડીનો ચહેરો સામે આવી ગયો છે. રેડ્ડી પહેલા કહેતા હતા કે ઓવૈસી અને ભાજપ સાથે છે, હવે દેખાઈ રહ્યું છે કે કોણ કોની સાથે છે. 

રાજા સિંહે વધુમાં કહ્યું હતું કે 2018માં પણ MIM ના જ એક ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યો હતો, ત્યારે પણ મેં શાપથ લીધા હતા નહીં. હું રેડ્ડીને પૂછવા માંગુ છું કે BRS એ તો પોતાની સરકારનું સ્ટિયરિંગ MIMના હાથમાં સોંપી દીધું હતું, તે જ કામ તમે પણ કરી રહ્યા છો. 

રાજા સિંહે એલાન કર્યું કે, આ રાજા સિંહ જીવે છે ત્યાં સુધી AIMIM ની સામે શપથ નહીં લે. 

આ પ્રોટેમ સ્પીકરની જવાબદારી છે શું? 
નોંધનીય છે કે જ્યારે પણ ચૂંટણી થાય તે પછી ચૂંટાઈને આવેલા તમામ ધારાસભ્યોને શપથ અપાવવા માટે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવામાં આવે છે. સામાન્યપણે આખી ધારાસભામાં જે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય હોય તેને જ પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. આટલું જ નહીં નવા સ્પીકરની ચૂંટણી કરાવવાનું કામ પણ પ્રોટેમ સ્પીકર દ્વારા જ કરવામાં આવે છે. જ્યાં સુધી વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી ન થઈ જાય ત્યાં સુધી અધ્યક્ષ એટલે કે સ્પીકરની તમામ જવાબદારી પ્રોટેમ સ્પીકર જ નિભાવે છે. 

જોકે માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો બૉયકોટ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

telangana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ