બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Politics / Telangana Former CM KCR admitted at hospital he slipped and fell last night

તેલંગાણા / પૂર્વ CM KCR હોસ્પિટલમાં દાખલ: ફાર્મહાઉસમાં લપસી પડતાં કમરમાં પહોંચી ઈજા, સર્જરી કરાવવી પડે તેવી શક્યતા

Parth

Last Updated: 10:57 AM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેઓ પોતાના ફાર્મહાઉસમાં પડી ગયા હતા જે બાદ કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

  • પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ
  • ફાર્મહાઉસમાં પગ લપસી જતાં કમરનું હાડકું ભાંગી ગયું 
  • કરાવવી પડી શકે છે સર્જરી 

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને BRS પાર્ટીના સર્વોચ્ચ નેતા કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર તેઓ ફાર્મહાઉસમાં લપસી પડ્યા., જે બાદ કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી. તેમની સર્જરી પણ કરવામાં આવી શકે છે. 

કઈ રીતે થઈ દુર્ઘટના 
ત્રીજી ડિસેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ KCR એરાવેલી સ્થિત ફાર્મહાઉસમાં રોકાયા હતા. જ્યાં આ ઘટના થઈ છે. હાલ તો સોમાજીગુડા યશોદા હોસ્પિટલના ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. કમરના ભાગનું હાડકું ભાંગી જવાના કારણે તેમને વધુ સમસ્યા થઈ રહી છે. 

નોંધનીય છે કે તેમણે ભારત રાષ્ટ્ર સમિતિના જીતેલા ધારાસભ્યો સાથે આ જ ફાર્મ હાઉસમાં મુલાકાત કરી હતી. આ સિવાય ગુરુવારે પોતાના ગૃહનગર ચિંતામદાકામાં લોકો સાથે મુલાકાત કરી હતી. 

BRSને કરવો પડ્યો હારનો સામનો 
નોંધનીય છે કે વર્ષ 2014માં તેલંગાણા રાજ્યનું ગઠન કરવામાં આવ્યું હતું, જે બાદથી જ KCR જ રાજ્યના મુખ્યમંત્રી હતા. જોકે 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો. કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કર્યું જેના કારણે 119 બેઠકો માંથી BRS 39 બેઠકો પર સમેટાઇ ગઈ. જ્યારે કોંગ્રેસને 64 બેઠકો મળી. 

ખાસ વાત એ છે કે જનતામાં એટલો ગુસ્સો હતો કે ખુદ મુખ્યમંત્રી KCR પણ ચૂંટણી હાર્યા. KCR ગજવેલ અને કામારેડ્ડી બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા. કામારેડ્ડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વેંકટ રમણ રેડ્ડીનો ભવ્ય વિજય થયો. આ જ બેઠક પરથી રેવંત રેડ્ડીને પણ હારનો સામનો કરવો પડ્યો. રેવંત રેડ્ડીએ ગઇકાલે જ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ