બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Telangana Exit Poll Results : Congress set to win Telangana, predicts India Today-Axis My India exit poll

Assembly Election 2023 / તેલંગાણા એક્ઝિટ પોલથી રાજકીય વર્તૂળમાં ખળભળાટ, ભાજપ કે KCRની નહીં આની બનશે સરકાર

Hiralal

Last Updated: 09:33 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકારનું અનુમાન લગાડવામાં આવ્યું છે. 119માંથી કોંગ્રેસને 49-59 બેઠકો, બીઆરએસને 48-58, ભાજપને 5-10, અન્યને 6-8 બેઠકો મળી શકે છે.

  • તેલંગાણાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકારનું અનુમાન
  • કોંગ્રેસને 49-59 બેઠકો મળવાનું અનુમાન 
  • સત્તાધારી પાર્ટી બીઆરએસ ઝટકો, ભાજપના સુપડા સાફ  

તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું, જ્યારે બાકીના ચાર રાજ્યોમાં મતદાન યોજાયું છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમનું અંતિમ પરિણામ 3 ડિસેમ્બર, રવિવારે જાહેર થશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે આમને-સામને થશે, જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો રહેશે. આવો જાણીએ તેલંગાણાની સ્થિતિ.

તેલંગાણામાં પહેલી વાર કોંગ્રેસની સરકાર આવે તો નવાઈ નહીં
તેલંગાણામાં પહેલી વાર કોંગ્રેસની સરકાર આવે તો નવાઈ નહીં. એક્ઝિટ પોલમાં કોંગ્રસનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. તેલંગાણાની શાસક પાર્ટી બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે સખત લડત ચાલી રહી છે. બીઆરએસ સતત ત્રીજી ટર્મ માટે સત્તા પર આવવાનું લક્ષ્ય રાખી રહી છે ત્યારે કોંગ્રેસને તે રાજ્યમાં પહેલી સરકાર બનાવવાનો વિશ્વાસ છે. બીઆરએસ તમામ 119 બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે પોતાના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) માટે એક સીટ છોડી દીધી છે. ભાજપ મેદાનમાં ત્રીજો મોટો દાવેદાર છે અને તે સત્તા વિરોધી મતો પર કાપ મૂકીને પરિણામને પ્રભાવિત કરી શકે છે. ભાજપે 119 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને બાકીની આઠ બેઠકો અભિનેતા-રાજકારણી પવન કલ્યાણની આગેવાની હેઠળની તેની સહયોગી જનસેના પાર્ટી (જેએસપી) પર છોડી દીધી છે. 

તેલંગાણામાં કોને કેટલી બેઠકો 
તેલંગાણા માટે મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકારને સત્તા મળવાનું અનુમાન કરાયું છે. ટીવી9 એક્ઝિટ પોલ તેલંગાણામાં કોંગ્રેસને 49-59, બીઆરએસ: 48-58, ભાજપ: 5-10, અન્ય: 6-8

તેલંગાણા માટે ન્યૂઝ 18નો એક્ઝિટ પોલ
તેલંગાણા માટે ન્યૂઝ 18 સીએનએન એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને આગળ બતાવવામાં આવી છે. સીએનએનના એક્ઝિટ પોલમાં તેલંગાણામાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસને 56 અને બીઆરએસને 48 બેઠકો મળવાનું અનુમાન કરાયું છે. 

બીઆરએસ: 48
કોંગ્રેસ: 56 બેઠકો
ભાજપ: 10
એમઆઈએમ: 5

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ