બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tearing down poster Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy complaint filed against dog

શૉકિંગ ન્યૂઝ / રસ્તા પર હરતા-ફરતા કૂતરાએ CM સાહેબનું પોસ્ટર ચાવી નાંખ્યું, તો પોલીસમાં થઈ ગઈ ફરિયાદ

Pravin Joshi

Last Updated: 12:56 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અંગે હવે તે કૂતરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ મુખ્યમંત્રીનું અપમાન છે અને કૂતરા સામે પગલાં લેવા જોઈએ. સોશિયલ મીડિયા યુઝર્સે આ મામલે ફની કોમેન્ટ્સ કરી છે.

  • કૂતરાએ મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડ્યું તો નોંધાઈ ફરિયાદ
  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પોસ્ટરને ફાડ્યું
  • સોશિયલ મીડિયા યુઝર્સે આ મામલે ફની કોમેન્ટ્સ શરૂ કરી

હાલમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. જી હાં હાલમાં એક કુતરા પર ફરિયાદ કરવામાં આવી છે અને એ પણ એટલા માટે કે તે કૂતરાએ મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડી નાખ્યું છે. આ ઘટના છે આંધ્રપ્રદેશની. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કૂતરો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પોસ્ટરને ફાડી રહ્યો છે. આ અંગે હવે તે કૂતરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ મુખ્યમંત્રીનું અપમાન છે અને કૂતરા સામે પગલાં લેવા જોઈએ. સોશિયલ મીડિયા યુઝર્સે આ મામલે ફની કોમેન્ટ્સ કરી છે.

પોસ્ટર ફાડવું એ સીએમનું અપમાન

આ મામલો રાજ્યના વિજયવાડા પોલીસ સ્ટેશનનો છે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ આ ફરિયાદ વિપક્ષી પાર્ટી તેલુગુ દેશમના કાર્યકર દાસારી ઉદયશ્રીએ કરી છે. કટાક્ષ સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી છે. ઉદયશ્રીએ કહ્યું કે પોસ્ટર ફાડવું એ સીએમનું અપમાન છે. તેણી અને પાર્ટીની કેટલીક અન્ય મહિલા કાર્યકરોએ કૂતરા સામે કાર્યવાહીની માંગ કરી છે. કૂતરાને ઉશ્કેરનારા અને વીડિયો વાયરલ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું.

રાજ્યના 6 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી

અહેવાલ છે કે પોસ્ટર મુખ્યમંત્રીના કાર્યક્રમ 'જગન મા ભવિષ્યથુ' સાથે સંબંધિત હતું. જેનો અર્થ છે- જગન અન્ના આપણું ભવિષ્ય છે. ફરિયાદીએ કહ્યું કે 151 વિધાનસભા બેઠકો જીતનાર જગન મોહન રેડ્ડી માટે તેમને માન છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં એક કૂતરો મુખ્યમંત્રીનું અપમાન કરી રહ્યો છે. આનાથી રાજ્યના 6 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.


સોશિયલ મીડિયા પર આ સમાચારની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે ટિપ્પણી કરી-

હંમેશની જેમ અમારા નેતાઓ ખરેખર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

વધુ એક યુઝરે ટોણો માર્યો અને કહ્યું,

આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની જરૂર છે. તેની તપાસ થવી જોઈએ કે કૂતરાએ માત્ર પોસ્ટર ફાડી નાખ્યું હતું કે તેના પર પેશાબ કર્યો હતો. શું કૂતરાને ટીડીપી અથવા અન્ય વિરોધ પક્ષો સાથે કોઈ સંબંધ છે? શું તેણે આવું પહેલીવાર કર્યું છે કે તે રીઢો ગુનેગાર છે. મને ખાતરી છે કે આંધ્રપ્રદેશ પોલીસ તમામ પ્રશ્નોના જવાબો શોધી લેશે.

અન્ય એક યુઝરે લખ્યું,

આ એક ખૂબ જ ગંભીર ગુનો છે અને કૂતરાની ધરપકડ કરીને વહેલી તકે કાર્યવાહી કરવાની જરૂર છે! આવા મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા બદલ આભાર, ખાસ કરીને જ્યારે અન્ય કોઈ સમાચાર ન હોય!

વધુ ઘણા લોકોએ કોમેન્ટ્સમાં GIF દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ