બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Team India to leave for England for WTC finals between IPL 2023, big update out

WTC Final 2023 / IPL 2023 વચ્ચેની WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડ રવાના થશે ટીમ ઈન્ડિયા, મોટું અપડેટ આવ્યું બહાર

Megha

Last Updated: 03:35 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે ઈંગ્લેન્ડ ક્યારે રવાના થશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

  • IPL 2023ની વચ્ચે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે
  • ભારતીય ક્રિકેટ ટીમ 3 બેચમાં ઈંગ્લેન્ડ જવા રવાના થશે
  • છેલ્લી બેચ 30 મેના રોજ ઇંગ્લેન્ડ માટે રવાના થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2023 પછી ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ રમવાની છે. આ મેચ 7 જૂનથી 11 જૂન સુધી  ઓવલના મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને-સામને થશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે ઈંગ્લેન્ડ ક્યારે રવાના થશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

IPL 2023 વચ્ચે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે
જણાવી દઈએ કે  રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ 3 બેચમાં ઈંગ્લેન્ડ જવા રવાના થશે. એક રિપોર્ટ અનુસાર IPLના લીગ રાઉન્ડની મેચો પૂરી થયા બાદ ભારતીય ખેલાડીઓની પહેલી બેચ 23 મેના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જ્યારે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પ્લેઓફની બે મેચ રમીને ઈંગ્લેન્ડ જશે. તે જ સમયે ભારતીય ખેલાડીઓની ત્રીજી અને છેલ્લી બેચ 30 મેના રોજ ઇંગ્લેન્ડ માટે રવાના થશે.

ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ નહીં કરી શકે
હવે વાત એમ છે કે ઈંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમને પ્રેક્ટિસ મેચોના અભાવનો સામનો કરવો પડશે. જણાવી દઈએ કે IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલી ટીમોના ખેલાડીઓ અન્ય ખેલાડીઓ કરતા પહેલા ઈંગ્લેન્ડ પહોંચી જાય તો પણ તેઓ પોતાની વચ્ચે પ્રેક્ટિસ મેચ રમી શકશે. જો બીસીસીઆઈ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને પ્રેક્ટિસ મેચ માટે મનાવી લે તો પણ તેને આ માટે સારા ખેલાડીઓ નહીં મળે કારણ કે હાલ ત્યાં કાઉન્ટી સિઝન ચાલી રહી છે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, રાજકુમાર સી, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ