શૈક્ષણિક સંકુલને આ ઉજવણી અંગેની જાણ થતાં જ તેણીને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. શિક્ષિકા નફીસા અટારી રાજસ્થાનની નીરજા મોદી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમણે ભારતની હાર અંગેની ખુશી વ્યક્ત કરતા વ્હોટ્સેપ પર એક સ્ટેટસ અપલોડ કર્યું હતું.
પાકિસ્તાનની જીતની ઉજવણી કરવી મોંઘી પડી
નફીસાએ વ્હોટ્સેપ સ્ટેટસ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની તસવીર સાથે વી વોનનો ઉલ્લેખ કરતા ખુશી વ્યક્ત કરી હતી. જો કે, એક વ્યક્તિએ શિક્ષિકાને પૂછ્યું કે તે પાકિસ્તાનનું સમર્થન કરી રહી છે? તો નફીસાએ જવાબમાં હા કહ્યું હતું. જો કે, શિક્ષિકાના સ્ટેટસનો સ્ક્રીનશોટ ત્યારબાદ વાયરલ થઈ જતાં સંસ્થાના વહીવટી તંત્રે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.
સ્ટેટસમાં શું લખ્યું હતું
ટીચર નફીસા અત્તારીએ વોટ્સએપ પર પાકિસ્તાન સામે ભારતની હાર પર ખુશી વ્યક્ત કરતા સ્ટેટસ અપલોડ કર્યું હતું. જેમાં ટીચર નફીસાએ વોટ્સએપ સ્ટેટસ દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની તસવીરો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે 'જીત ગયે... We WON'. જો કે કોઈ વાલીએ શિક્ષકની આ સ્થિતિ જોઈ અને તેની સામે વાંધો ઉઠાવ્યો.