બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Teacher appeals to children to vote for educated leader, Unacademy suspended, know what the whole controversy is

ભારે કરી / ટીચરે બાળકોને ભણેલા-ગણેલા નેતાને વોટ આપવા કરી અપીલ, Unacademy એ કરી દીધો સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર વિવાદ

Megha

Last Updated: 12:59 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unacademy suspended Teacher: શિક્ષકે કહ્યું કે વિદ્યાર્થીઓએ ભણેલા ઉમેદવારોને મત આપવો જોઈએ, તો સંસ્થાએ તેમને નોકરીમાંથી કાઢી મૂકતા કહ્યું ક્લાસરૂમ એ વ્યક્તિગત અભિપ્રાયો શેર કરવાની જગ્યા નથી.

  • unacademyએ એક શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો 
  • તેને કહ્યું વિદ્યાર્થીઓએ ભણેલા ઉમેદવારોને મત આપવો જોઈએ
  • હવે આ સમગ્ર મામલે વિવાદ ઉભો થયો છે

Unacademy suspended Teacher For His Remarks: Unacademyએ એક શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કરણ સાંગવાન નામના આ શિક્ષકે વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને એક સલાહ મતદાન સંબંધિત એક સલાહ આપી હતી. સાંગવાન સરએ કહ્યું કે વિદ્યાર્થીઓએ ભણેલા ઉમેદવારોને મત આપવો જોઈએ. આ કારણોસર કંપનીએ સાંગવાન સરને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે આ સમગ્ર મામલે વિવાદ ઉભો થયો છે. 

ક્લાસરૂમ એ વ્યક્તિગત અભિપ્રાયો શેર કરવાની જગ્યા નથી 
કરણ સાંગવાને વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી.  શિક્ષકને કાઢી મૂકતાં એડટેક ફર્મે કહ્યું કે ક્લાસરૂમ એ વ્યક્તિગત અભિપ્રાયો અને મંતવ્યો શેર કરવાની જગ્યા નથી. રોમન સૈનીએ ટ્વીટ કર્યું, 'અમે એક એજ્યુકેશન પ્લેટફોર્મ છીએ જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. આ કરવા માટે અમે અમારા બધા શિક્ષકો માટે એક કડક આચાર સંહિતા બનાવી છે જે સુનિશ્ચિત કરવાના હેતુથી છે કે અમારા વિદ્યાર્થીઓને નિષ્પક્ષ જ્ઞાન મળે. વર્ગખંડ એ વ્યક્તિગત વિચારો શેર કરવા માટેનું સ્થાન નથી કારણ કે વિચારો શીખનારાઓ પર ખોટી અસર કરી શકે છે. હાલની સ્થિતિ એવી છે કે અમારે કરણ સાંગવાનને હટાવવો પડશે કારણ કે તેણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.'

શું છે સમગ્ર વિવાદ?
કરણ સાંગવાનની એક નાનકડી વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં Unacademy પર ભણાવતા શિક્ષકે વિદ્યાર્થીઓને આગામી સમયમાં શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી.વાયરલ વીડિયો અનુસાર, તે કહે છે, "એક વાત યાદ રાખો, આગલી વખતે જ્યારે તમે કોઈને પણ વોટ આપશો, તો તે કોઈ શિક્ષિત વ્યક્તિને આપો. જેથી તમારે જીવનમાં ફરી આ બધાનો સામનો ન કરવો પડે. શિક્ષિત વ્યક્તિની પસંદગી કરો જે વસ્તુઓને સમજવામાં સક્ષમ હોય. ફક્ત એવી વ્યક્તિને પસંદ ન કરશો જેને ફક્ત બદલતા આવડતું હોય, નામ ચેન્જ કરતાં આવડતું હોય. તમારો નિર્ણય યોગ્ય રીતે લો."

જણાવી દઈએ કે સાંગવાને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેમણે કહ્યું છે કે તે સમગ્ર વિવાદ અંગે 19મી ઓગસ્ટે વિગતવાર ખુલાસો કરશે. તેણે કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હું વિવાદમાં છું અને તે વિવાદને કારણે મારા ઘણા વિદ્યાર્થીઓ જે ન્યાયિક સેવાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓને ઘણા પરિણામોનો સામનો કરવો પડી રહ્યો છે.' 

વાયરલ વિડીયો પર શરૂ થઈ રાજનીતિ 
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું, "શું શિક્ષિત લોકોને વોટ આપવા માટે અપીલ કરવી એ ગુનો છે? જો કોઈ અભણ છે, તો હું વ્યક્તિગત રીતે તેનું સન્માન કરું છું. પરંતુ લોકોના પ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે. 21મી સદી." નિરક્ષર લોકોના પ્રતિનિધિઓ ક્યારેય આધુનિક ભારતનું નિર્માણ નહીં કરી શકે. આ વીડિયો વાયરલ થયો અને Unacademy X (Twitter) પર ટ્રેન્ડ થવા લાગ્યો.શિક્ષકના સમર્થનમાં ઘણા લોકો લખી રહ્યા છે તો ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ