બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Tax Department Alleges Business, Tax Irregularities Against Dolo-650 Maker

કારોબાર / Dolo-650 દવાનું વેચાણ વધારવા માટે ડૉક્ટરોને મળી 1000 કરોડની ગિફ્ટ, દરોડા બાદ IT વિભાગનો દાવો

Hiralal

Last Updated: 07:45 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં ખૂબ વપરાયેલી તાવની ગોળી DOLO -650 બનાવતી કંપની માઇક્રો લેબ્સનું એક મોટું ભોપાળું બહાર આવતા સરકાર ચોંકી ઉઠી છે.

  • કોરોનામાં ખૂબ વપરાયેલી તાવની ગોળી DOLO -650નું ભોપાળું સામે આવ્યું 
  • વેપાર વધારવા ડોક્ટરોને આપી 1000 કરોડની ગિફ્ટ
  • આવકવેરા વિભાગની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

કોરોનાકાળમાં ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સમૃદ્ધ બની હતી. તેમાંથી એક માઇક્રો લેબ્સનું નામ પણ છે. તમે માઇક્રો લેબ્સનું નામ નહીં જાણતા હોવ. પરંતુ દવાનું નામ આવતા જ બધુ મગજમાં આવી જશે. જી હા, આ દવાનું નામ ડોલો-650 છે. આ એ જ દવા છે જે કોરોના કાળમાં 'રામબાણ ઇલાજ' અને ઝડપી રાહતના માધ્યમ તરીકે ઉભરી આવી હતી. 

આવકવેરા વિભાગની તપાસમાં સામે આવ્યું મોટું ભોપાળું 
ડોલો-650 બનાવતી કંપની માઈક્રો લેબ્સને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આવકવેરા વિભાગ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે. વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે માઇક્રો લેબ્સે કમાણી વધારવા માટે ડોક્ટર્સને ગિફ્ટ આપવાની ખાસ પ્રથા શરૂ કરી હતી. ખુલાસાઓ અનુસાર, માઈક્રો લેબ્સે ગોળીનું વેચાણ વધારવા ડોક્ટરોને 1000 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. 

માઈક્રો લેબ્સે વેચાણ વધારવા ખોટા માર્ગનો સહારો લીધો- આવકવેરા વિભાગ 
આવકવેરા વિભાગે કહ્યું છે કે, ડોલો બનાવનારી કંપનીએ પોતાના બિઝનેસને વિસ્તારવા માટે 'અનૈતિક પ્રથા' (અનૈતિક વ્યવહાર કે વર્તન)નો માર્ગ અપનાવ્યો અને મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને હજારો કરોડ રૂપિયાની ભેટ-સોગાદો વહેંચી. જ્યારે ડૉક્ટરોને આટલા રૂપિયા, મોંઘી ભેટસોગાદો મળે છે, ત્યારે તેઓ દેખીતી રીતે જ ડોલો-650 લખશે. 

આ રીતે થયો કંપનીનો પર્દાફાશ
ડોલો-650 બનાવનારી કંપની માઈક્રો લેબ્સની સફળતાની ગાથા અખબારો અને ઓનલાઈન મીડિયામાં આવવા લાગી. આ મામલો ધીરે ધીરે આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યો અને આજે 1000 કરોડ રૂપિયાનો નવો એંગલ મળી આવ્યો છે. બેંગલુરુ સંચાલિત આ કંપનીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ઘણી બાબતોનો ખુલાસો થયો છે.

આવકવેરા વિભાગનું શું કહેવું છે
આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે પ્રાથમિક પુરાવાઓથી જાણવા મળ્યું છે કે કંપનીએ 'સેલ્સ એન્ડ પ્રમોશન' આઇટમ હેઠળ મેડિકલ પ્રોફેશનલ્સને ગિફ્ટ આપવા માટે નાણાં ખર્ચ્યા છે. તેમાં મુસાફરીનો ખર્ચ, ભેટસોગાદો વગેરેનો સમાવેશ થાય છે. પ્રમોશન અને પ્રોપેગેન્ડા, સેમિનાર અને સિમ્પોઝિયમ, મેડિકલ એડવાઇઝરીમાં ડોક્ટર્સને ગિફ્ટ આપવામાં આવી હતી. 

માઈક્રો લેબ્સે કરી 300 કરોડની કરચોરી 
તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ લગભગ 300 કરોડની ટેક્સ ચોરી કરી હતી. આવકવેરાની કલમ 194 સી હેઠળ ટીડીએસની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. થર્ડ પાર્ટી દવા બનાવતી કંપનીઓના વ્યવહારોમાં પણ ખામી જોવા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન 1.20 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ અને 1.40 કરોડ રૂપિયાથી વધુના બિનહિસાબી સોના અને હીરાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ