બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tapi Adhatri village Superstition case: Bhuwa beat 3 women with a chain

ચોંકાવનારું / ડાકણ.. ડાકણ કહી, સગીરા પર તૂટી પડ્યો ભૂવો, માં વચ્ચે પડી તો સાંકળ કાઢી, તાપીમાં અંધશ્રદ્ધાનો વરવો કિસ્સો

Vaidehi

Last Updated: 05:00 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાપીનાં અંધાત્રી ગામે એક ભૂવાએ ડાકણનો વહેમ રાખીને મહિલાઓને માર માર્યો. "તમારા શરીરમાં ડાકણ છે" તેમ કહીને ભૂવાએ 3 મહિલાઓને સાંકળથી માર માર્યો હતો.

  • તાપીમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો
  • વાલોડ તાલુકાની અંધાત્રી ગામની ઘટના
  • ભૂવાએ ડાકણનો વહેમ રાખી મહિલાઓને માર માર્યો

આજના આધુનિક જમાનામાં પણ અંધવિશ્વાસના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં પણ સામે આવ્યો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ચાર દિવસ પહેલા ભુવા દ્વારા ગામમાં જ એક ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના બધાં લોકો એકઠાં થયા હતા.  વિધિ દરમિયાન ભૂવાએ ડાકણનો વહેમ રાખીને મહિલાઓને સાંકળથી માર માર્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. 

3 મહિલાઓને માર માર્યો
વાલોડ તાલુકાના અંધાત્રી ગામે એક ભૂવાએ ડાકણનો વહેમ રાખીને મહિલાઓને માર માર્યો. "તમારા શરીરમાં ડાકણ છે"  તેમ કહીને ભૂવાએ એક સગીર બાળા સહિત ચાર જેટલી મહિલાઓને માર માર્યો હતો. જેમાં ખાસ કરીને એક જે સગીર વયની બાળા કે જે પોતે મગજથી અસ્થિર હોવાને લીધે તેની માતા તેને ધાર્મિક વિધિમાં લઈ ગઈ હતી જ્યાં ભુવા દ્વારા તેનામાં ડાકણ છે એમ કહી માર મારવામાં આવ્યો હતો. પોતાની દીકરીને માર ખાતા જોઈને તેની માતા તેને બચાવવા માટે વચ્ચે પડી હતી તો ભુવા દ્વારા તેને પણ સાંકળથી માર મારવામાં આવ્યો. પીડિતાએ આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.પરંતુ પોલીસની હાજરીમાં જ બંને પક્ષનું સમાધાન થઈ ગયું.

પોલીસની કામગીરી પર સવાલ
અંધશ્રધ્ધાની હાટડી ચલાવતા ભૂવાના અમાનવીય વર્તનને લઇ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને થાળે પાડવા માટે સ્થાનિક લોકો સહિત બંને પક્ષના લોકોએ પોલીસની હાજરીમાં સમાધાન કરી લીધું.  પરંતુ આવી અંધશ્રદ્ધાની ઘટના સમાજ તેમજ આજના આધુનિક યુગમાં લાલબત્તી સમાન છે અને આવા બની બેઠેલા ભુવાઓ પર પોલીસ દ્વારા પણ શકંજો ગોઠવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.સમગ્ર ઘટનાને લઈને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસે પાખંડી ભૂવા પર કાર્યવાહી કરવાને બદલે સમાધાન કેમ કરાવ્યું આ એક મોટો પ્રશ્ન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ