બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / Swayambhu Mahadev has appeared in Gujarat, descending even deeper, taking out the Shivlinga

દેવ દર્શન / ગુજરાતમાં પ્રગટ્યા છે સ્વયંભુ મહાદેવ, શિવલિંગને બહાર કાઢતા વધારે ઊંડું ઉતરતું, સમુદ્રી માતાના પણ પ્રથમ દર્શન

Dinesh

Last Updated: 07:10 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bavnagar news: ભાવનગરના રાજવીઓએ વડવા વિસ્તારમાં નવા ગામ તરીકે તોરણ બાંધ્યું હતું અને તે પહેલાનું પૌરાણિક મંદિર એટલે સ્વયંભુ પ્રગટ થયેલા વૈજનાથ મહાદેવ

  • સ્વયંભુ પ્રગટ વૈજનાથ મહાદેવ
  • મંદિરમાં શિવલિંગ 15 ફૂટ ઉંડે જમીનમાં 
  • વૈજનાથ મહાદેવનું મંદિર આશરે 400 વર્ષ જૂનું 

આઝાદી પહેલા ભાવનગર ગોહિલવાડ સ્ટેટ તરીકે ઓળખાતું હતું અને તે સમયે સમુદ્ર શહેરથી ઘણો નજીક હતો. ભાવનગરના રાજવીઓએ વડવા વિસ્તારમાં નવા ગામ તરીકે તોરણ બાંધ્યું હતું અને તે પહેલાનું પૌરાણિક મંદિર એટલે સ્વયંભુ પ્રગટ થયેલા વૈજનાથ મહાદેવ. આશરે 400 વર્ષ જૂના વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવલિંગ 15 ફૂટ ઉંડે જમીનમાં છે. શિવજીને અભિષેક કરવા ભાવિકો પગથિયાં ઉતરી નીચે જાય છે અને ભોળાના દર્શન કરી ધન્ય થાય છે.

મહારાણી દરબારગઢના ઝરૂખામાંથી શિવજીના દર્શન કરતા 
ભાવનગર શહેરમાં અનેક મંદિરો એવા છે કે જે રાજાશાહી સમયમાં નિર્માણ પામેલા છે આ દરેક મંદિરો અલગ પ્રકારના પથ્થરો અને પૌરાણિક શૈલીમાં બાંધવામાં આવ્યા છે. ભાવનગરના દરબારી કોઠાર નજીક આવેલુ વૈજનાથ મહાદેવનું મંદિર આશરે 400 વર્ષ જૂનું છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ સ્થળ પર ખોદકામ થતું હતું ત્યારે શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયું હતું અને શિવલિંગને જેમજેમ બહાર કાઢવામાં આવતું હતું તેમતેમ શિવલિંગ જમીનમાં ઊંડું ઉતરતુ જતુ હતું. જયારે ભાવનગર શહેર વિકસ્યું ના હતું અને રાજાશાહીનો સમય હતો ત્યારે ભાવનગરના દીર્ધદ્રષ્ટી ધર્મપ્રેમી રાજવીઓએ અનેક શિલ્પ સ્થાપત્ય, મંદિરો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. મહાદેવના મંદિરે વારે તહેવારે ભાવનગરવાસીઓ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરી ભોળાની ભક્તિમાં રંગાઈ જાય છે.

મંદિરની સુંદર કોતરણી ઈતિહાસના દર્શન કરાવે છે
ભાવનગર દરિયા કાંઠાનું નગર હતું અને અહીં રાજાઓનો દરબારી કોઠારમાં અન્નના કોઠારો બનાવવામાં આવ્યા હતા. મહારાણી સાહેબ દરબાર કોઠારની બાજુમાં આવેલા દરબારગઢના ઝરૂખામાં બેસી શિવજીના દર્શન કરતા હતા. પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર વૈજનાથ મહાદેવનું મંદિર એક સમયે ભાવનગરના દરિયાકાંઠે આવેલું હતુ જે સમય જતા હાલ શહેરના ગીચ વિસ્તારમાં આવી ગયું છે. જીવન સંધ્યાના સમયમાં હરીનામનુ જપ જીવનને હંમેશા સકારાત્મક ઉર્જા આપે છે અને એટલે જ ભાવનગરના વડીલો ભોળાના સાનિધ્યમાં ભક્તિમય કાર્યક્રમના આયોજન કરતા રહે છે.

એક માત્ર સમુદ્રી માતાનું મંદિર વૈજનાથ મહાદેવના પરિસર
વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવલીંગની આસપાસ ફૂલોથી કરેલી સુંદર રંગોળી મંદિરના વાતાવરણમાં સુગંધ ભેળવી સકારાત્મક ઉર્જા ફેલાવે છે. મંદિરના આકર્ષક સ્તંભ અને સુંદર કોતરણી કામ ભોળાના દર્શનની સાથે સુંદર ઈતિહાસના પણ દર્શન કરાવે છે. મહાદેવના મંદિર પરિસરમાં મહિલાઓ સત્સંગ કરી હરીને પ્રસાદ ધરાવે છે અને ઘણી ધાર્મિક પ્રવૃતિઓ કરી આવનારી પેઢીમાં સારા સંસ્કારનુ સિંચન કરે છે.    

વાંચવા જેવું: ગુજરાતમાં અહીં આવેલું છે મિની પાવાગઢ, શીલા ઉપર પથ્થર ટકરાતા ઘંટારવ, માતાજીએ આપી છે બે નિશાનીઓ

વણિક સમાજના કુળદેવી
વૈજનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામા શિવ ભક્તો આવે છે. શિવરાત્રી અને જન્માષ્ટમીએ મંદિરે ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરી ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે. ભાવનગરવાસીઓના આસ્થાના કેન્દ્ર વૈજનાથ મહાદેવના મંદિરે દર શનિવારે બહેનો ભજન કીર્તનના કાર્યક્રમ કરી મંદિર પરિસરના વાતાવરણ ભક્તિમય બનાવે છે. ભાવનગર સમુદ્ર કાંઠે વસેલું હોઈ પુરાતન સમયનુ સમુદ્રી માતાનું મંદિર છે. ભાવનગર જિલ્લામાં એક માત્ર સમુદ્રી માતાનું મંદિર વૈજનાથ મહાદેવના પરિસરમાં આવેલું છે. જે વણિક સમાજના કુળદેવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ